________________
૧૦૦
પદન પાર્થિવ પરમાણુમાં પાકજ અનુષ્ણશીત સ્પર્શ હોય છે. જલીય પરમાણુમાં શુકલ રૂપ, મધુર રસ અને શીત સ્પર્શ હોય છે. તેજસ પરમાણમાં ભાસ્વર શુકલરૂપ અને ઉષ્ણ સ્પર્શ હોય છે. વાયવીય પમાણુમાં અપાકજ અનુષ્ણશીત સ્પર્શ હોય છે.
જેમને આપણે જોઈએ છીએ, ચાખીએ છીએ, સંઘીએ છીએ, સ્પર્શીએ છીએ તે બધી જગતની વસ્તુઓનાં તે અંતિમ કારણે છે. આ બધી વસ્તુઓ અવયવીરૂપ છે. આ પરમાણુઓ તેમના નિવયવ અવયવ છે. પરમાણુઓના સંયોગથી જ એ બધી વસ્તુઓ બનેલી છે. પરમાણુઓ નિવયવ હોવાથી અવિભાજ્ય છે, તેથી તેઓ અંતિમ કારણો છે, તેમનાં કોઈ કારણ નથી. માટે જ તેઓ નિત્ય છે.
પશ્નાણુઓને ઈન્દ્રિ ગ્રહણ કરી શકતી નથી. એનું કારણ એ નથી કે પરમાણુઓમાં રૂપ, રસ વગેરે નથી. એનું કારણ તે એ છે કે તેમનામાં રૂપ, વગેરે હોવા છતાં મહત્પરિમાણ અને અનેકદ્રવ્યકિતત્વ નથી. કણાદ પોતે જ જણાવે છે કે દ્રવ્યની ચક્ષુ દ્વારા ઉપલબ્ધ નીચેની ત્રણેય શરતો પૂર્ણ થાય તે જ થાય—(૧) દ્રવ્યને મહપરિમાણ હાય (૨) દ્રવ્ય અનેક દ્રવ્યોમાં (અવયવોમાં) રહેતું હોય (૩) દ્રવ્યમાં રૂપ હોય. પરમાણુ એક્લે તે ઇન્દ્રિયગ્રાહ્ય નથી પણ સમુદાયમાંય તે ઇન્દ્રિયગ્રાહ્ય બનતું નથી.૩
પાર્થિવ પરમાણુઓ સિવાય બાકીના બધા પરમાણુઓના સ્વાભાવિક ગુણ નિત્ય છે. માત્ર પાર્થિવ પમાણુમાં જ એક રંગનું બીજા રંગમાં, એક રસનું બીજા રસમાં અને એક ગંધનું બીજી ગંધમાં પરિવર્તન સ્વીકારવામાં આવેલ છે. બીજા શબ્દોમાં કહીએ તે પૃથ્વીનાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ પાકજ છે?* જ્યારે જળનાં રૂપ, રસ અને સ્પર્શ, તેજનાં રૂપ અને સ્પર્શ તેમ જ વાયુનો સ્પર્શ પાકજ નથી. આ એક અત્યંત નોંધપાત્ર હકીકત છે.
પરમાણુઓમાં અંત્ય વિશેષ છે. આ વિશેષને કારણે જ એક પાર્થિવ પરમાણુ બીજા પાર્થિવ પરમાણુથી, એક જલીય પરમાણુ બીજા જલીય પરમાગુથી, એક તેજસ પરમાણુ બીજા તેજસ પરમાણુથી અને એક વાયવીય પરમાણુ બીજા વાયવીય પક્ષાણુથી જુદો પડે છે.
પરમાણપરિમાણ બે પરમાણુઓના સંયોગથી ચણક બને છે. દુષણનું પરિમાણ પણ અણુના પરિમાણ જેટલું જ હોય છે. બંનેનું પરિમાણ ‘અણુપરિમાણ છે. અલબત્ત,