________________
વૈશેષિકદન
te
સીસુ, લાઢું, ચાંદી, સેાનુ... વગેરે ધાતુઓમાં પણ દ્રવર્તી સ્વાભાવિક નથી. આગની સખત ગરમી પામીને જ તેઓ તરલ યા પ્રવાહી બને છે. આમ પાર્થિવ વસ્તુના ત્વમાં અને જળના વત્વમાં ફેર છે. આ વસ્તુને પ્રવાહી બનવા માટે અગ્નિના સયેાગની અપેક્ષા છે જ્યારે જળ તે સ્વભાવિક રીતે જ પ્રવાહી છે.૪૧ આમ નિરપેક્ષ, સ્વાભાવિક કેવળ જળમાં છે.
અહીં એક પ્રશ્ન ઊઠી શકે. બરફ પણ ગરમી પામીને પીગળે છે. તે પછી ઉપર જણાવેલી પાવિ વસ્તુએથી એના ભેદ કયાં રહ્યો ? આના ઉત્તરમાં કહી શકાય કે બરફનું ઘનત્વ સ્વાભાવિક નથી પણ ઔપાધિક છે. જ્યારે તાપના સયેાગથી એ ઉપાધિ દૂર થઈ જાય છે ત્યારે બરફ પેાતાના સ્વાભાવિક પ્રવાહીરૂપમાં આવી જાય છે. પરંતુ લાખ, સીસુ વગેરેનું ઘનત્વ સ્વાભાવિક છે— ઔપાધિક નથી. અગ્નિસંયાગરૂપ ખાસ કારણ મળવાથી તે પ્રવાહીરૂપ ધારણ કરે છે. બંને વચ્ચે આ અંતર છે.
દૂધ અને તેલનું દ્રવત્વ સ્વાભાવિક છે. દૂધ અને તેલ પાર્થિવ છે. પરંતુ એમનામાં પાર્થિવ પરમાણુ કરતાં જલીય પરમાણુઓ વધારે પ્રમાણમાં હોવાથી તેમનામાં સ્વાભાવિક દ્રવત્વ હોય છે. તે સ્વાભાવિક જળનુ છે, પૃથ્વીનુ
નથી.૪૨
(૫) સ્નિગ્ધતા–સ્નિગ્ધતા યા ચીકાશ એ પણ જળનું ખાસ લક્ષણ છે.૪૩ જ્યાં સ્નિગ્ધતા દેખાય ત્યાં જળ હોય જ. ઘી, ચરબી, તેલ વગેરે પાવિ દ્રવ્યોમાં જે સ્નિગ્ધતા જણાય છે તે તેમનામાં રહેલા જલીય અંશને લઈ તે છે. પૃથ્વીમાં સ્નિગ્ધતા હોતી નથી.૪૪ જેમ પૃથ્વીમાં નૈમિત્તિક દ્રવ છે તેમ તેમાં નૈમિત્તિક સ્નિગ્ધતા છે કે નહિ ? વૈશેષિક પૃથ્વીમાં નૈમિત્તિક સ્નિગ્ધતાનેય સ્વીકાર નથી કરતા. અર્થાત્ પૃથ્વી પરમાણુમાં કોઈ નિમિત્તથી (અગ્નિસ ંયાગથી) દ્રવત્વ જન્મી શકે છે પણ કાઈ પણ નિમિત્તથી પૃથ્વી પરમાણુમાં સ્નિગ્ધતા જન્મી શકતી નથી.૪પ
પૃથ્વીની જેમ જળ પણ પરમાણુરૂપમાં નિત્ય અને કા રૂપમાં અનિત્ય છે. કાયરૂપ જળના પણ ત્રણ પ્રકાર છે–જલીય શરીર, જલીય ઇન્દ્રિય અને જલીય વિષય ૪૬
જલીય શરીર અયેાનિજ હોય છે. એનું અસ્તિત્વ વલાકમાં મનાયું છે. જલીય પરમાણુઓથી જે ઇન્દ્રિય બની છે તે રસનેન્દ્રિય છે. તે જીભના અગ્ર