________________
વૈશેષિકદન
પણ અનુશીત છે પરંતુ વાયુને તે સ્પર્શે પાકજ નથી જ્યારે પૃથ્વીને અનુશીત સ્પર્શ પાકજ છે.૧૨
૩
પૃથ્વીમાં બધા પ્રકારનાં રૂપા, બધા પ્રકારના રસેા, બધા પ્રકારની ગંધ હાઈ શકે છે પણ સ્પર્શે બધા પ્રકારના હાતા નથી. સ્પર્શે તેા અનુશીત જ હોય છે. જ્યારે પૃથ્વીને જળ સાથે સંચાગ હેાય છે ત્યારે પૃથ્વીને સ્પર્શે શીત લાગે છે અને જ્યારે તેને અગ્નિ સાથે સંયોગ હાય છે ત્યારે તેને સ્પર્શે ઉષ્ણ લાગે છે. આમ પૃથ્વીમાં શીત સ્પર્શી અને ઉષ્ણુ સ્પર્શ ઔપાધિક છે, સ્વાભાવિક
નથી.
રૂપ, રસ, ગન્ધ અને સ્પર્શ આ ચારેય ગુણેા પૃથ્વીમાં પાકજન્ય છે. એને અથ એ કે પૃથ્વી પરમાણુનુ નીલ રૂપ પાકપ્રક્રિયાથી લાલ, વગેરે બની જાય છે; મધુર રસ પાકપ્રક્રિયાથી ખાટા, વગેરે બની જાય છે; વગેરે. આમ પૃથ્વી પરમાણુચ્યાના રંગા, રસા, ગંધ પાકજપ્રક્રિયાથી બદ્લાય છે એવું વૈશેષિકા માને છે. આને અથ એ કે પાર્થિવ પરમાણુદ્રવ્ય રૂપના, રસના અને ગંધના વિવિધ પર્યાયો—પ્રકારા ધારણ કરે છે. પાર્થિવ પરમાણુ નિત્ય છે, તેના ગુણાના પર્યાયે અનિત્ય છે. ગુણ–ગુણીના અત્યંત ભેદ માનનાર વૈશેષિકને એ સમસ્યા ઊઠતી નથી કે ગુણા અનિત્ય હોય તેા દ્રવ્ય નિત્ય કેવી રીતે ઘટી શકે?
(૫) પૃથ્વીમાં ગુરુત્વ છે કારણ કે તે પતનશીલ છે.૧૩
(૬) દ્રવત્વ ગુણ પણ પૃથ્વીમાં છે પરંતુ તે તેને સ્વાભાવિક ગુણુ નથી પણ નૈમિત્તિક ગુણ છે. અર્થાત પૃથ્વીમાં નૈમિત્તિક દ્રવત્વ જોવા મળે છે. દાખલા તરીકે ઘી, લાખ, વગેરે પાર્થિવ દ્રબ્યામાં અગ્નિના સંચાગરૂપ નિમિત્તથી દ્રવત્વ જન્મે છે. ૧૪
(૭) પૃથ્વીમાં વેગ અને સ્થિતિસ્થાપકતા આ એ સંસ્કારા પણ જોવા
મળે છે.૧૫
પૃથ્વીના ભેદ-પ્રભેદ
પૃથ્વીના મૂળ એ ભેદ છે—પરમાણુરૂપ નિત્ય પૃથ્વી અને કાયરૂપ અનિત્ય પૃથ્વી. પટ, ઘટ, વગેરે પાર્થિવ વસ્તુએ કાવ્યેા છે, અવયવીએ છે. એટલે એમની ઉત્પત્તિ પણ થાય છે અને વિનાશ પણ થાય છે. અર્થાત્ તેએ સાદિ– સાન્ત છે. પરંતુ જે પાર્થિવ પરમાણુએમાંથી એ બનેલી છે એ પરમાણુએ અનાદિ–અનંત છે. એ પરમાણુએ ન તે કદી ઉત્પન્ન થયા છે કે ન તેા કદી