________________
પદર્શન
અહીં પ્રશ્ન ઊઠે છે કે પૃથ્વીથી ભિન્ન જળ વગેરે દ્રવ્યમાંય ગબ્ધ ક્યાં નથી હોતી ?. ગુલાબજળમાં સુગંધ હોય છે. વાયુમાં પણ ગંધ હોય છે. તે પછી ગન્ધ ગુણ પૃથ્વીમાં જ છે અને બીજાં દ્રવ્યોમાં નથી એમ કેમ કહી શકાય ?
આ શંકાનું સમાધાન દેશેષિક નીચે પ્રમાણે કરે છે. જળ અને વાયુમાં જણાતી ગધ સ્વાભાવિક નથી પણ પાધિક છે અર્થાત્ જળ અને વાયુને પિતાને કેઈ ગધ નથી. જ્યારે એમની સાથે પાર્થિવ કણને સંગ થાય છે ત્યારે એ કણોની ગંધને આપણે જળ કે વાયુની માની લઈએ છીએ.
વળી, શંકા થાય છે કે મણિ, વજ વગેરે રત્નો પાર્થિવ હોવા છતાં એમનામાં ગંધ જણાતી નથી તો ગંધ પૃથ્વીને જ ગુણ છે એમ કેવી રીતે કહી શકાય ? "
આના જવાબમાં વૈશેષિક જણાવે છે કે મણિ, વજ વગેરેને રંગ પાકજ (= અગ્નિસંગજન્ય) છે. પાકજ રૂ૫ ગધની સાથે જ હોય છે. એટલે મણિ વગેરેમાં ગબ્ધ છે જ. વળી, મણિ, વગેરેને ચૂર કરી નાખવામાં આવે છે ત્યારે તે ચૂરામાં ગંધ જણાય છે એટલે મણિ, વગેરેમાં પણ ગંધ હોવી જ જોઈએ એ સ્પષ્ટ થાય છે. મણિ વગેરેમાં ગંધ હોવા છતાં નથી જણાતી તેનું કારણ એ છે કે તેમનામાં તે અનુભૂત યા અલ્ફટ રૂપે હોય છે.
ગંધ બે પ્રકારની હોય છે—સારી અને ખરાબ (સુગંધ અને દુર્ગધ). આ બંને પ્રકારની ગંધ એક કાળે એક પાર્થિવ પરમાણુમાં હોતી નથી. પરંતુ આ બે પ્રકારની ગંધ ધરાવતા અનેક પાર્થિવ પરમાણુના બનેલા એક અવયવીમાં આ બે ય પ્રકારની ગંધ હોય કે નહિ અર્થાત ચિત્રરૂપની જેમ ચિત્રગંધ સંભવે છે કે નહિ ? આના જવાબમાં વૈશેષિક જણાવે છે કે ચિત્રગંધ સંભવતી નથી. સેતુકાર પદ્મનાભ જણાવે છે કે માત્ર રૂપને જ ચિત્ર સ્વીકારવામાં આવ્યું છે પરંતુ રસને અને ગધને ચિત્ર સ્વીકારવામાં આવ્યા નથી. રસને અને ગંધને ચિત્ર માનવા માટે કઈ પ્રયોજન નથી. વળી, તેમને અર્થાત રસને અને ગંધને ચિત્ર સ્વીકારવાનો માર્ગ સ્વભાવથી જ દુર્ગમ છે એટલે પુરાતન એ માગે ગયા નથી. એટલે અર્વાચીનોએ એ માર્ગે પોતાની બુદ્ધિનો સંચાર બહુ સાવધાનીથી કરવાનો છે. ૧૦
(૪) પાકજ અનુષ્ણશીત સ્પર્શ પૃથ્વીમાં જ છે. ૧ પાણીને સ્પર્શ શીત છે, તેજનો સ્પર્શ ઉષ્ણ છે જ્યારે પૃથ્વીને સ્પર્શ અનુષ્ણશીત છે. વાયુનો સ્પર્શ