Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
સમ્રા સંપ્રતિ શ્રી ઇન્દ્રભૂતિ અને શ્રી સુધર્માસ્વામી સિવાયના બાકીના નવે ગણધર કાળધર્મ પામી ગયા હતા. અર્થાત નિર્વાણપદને પામ્યા હતા.
પ્રભુ મહાવીરના નિર્વાણ પછી શ્રી ઈન્દ્રભૂતિ (ૌતમસ્વામી) આઠ વર્ષે મોક્ષગામી થયા, અને બાદ શ્રી સુધર્માસ્વામી અંતિમ ગણધર તરીકે મહાવીર સંવત વાસમાં શિવપથગામી બન્યા.
૪
ત્યારપછી શ્રી સુધર્માસ્વામીની પાટે તેમના શિષ્ય જંબુસ્વામી ૪૪ વર્ષ રહ્યા. ત્યારપછી શ્રી પ્રભવસ્વામી ૧૧ વર્ષ રહ્યા. ત્યારપછી શ્રી શય્યભવસ્વામી ૨૩ વર્ષ રહ્યા. ત્યારપછી વીર નિર્વાણ સંવત ૯૮ માં શ્રી યશોભદ્રસૂરિ યુગપ્રધાનપદે આવ્યા.
તેમના સમયમાં શ્રી ભદ્રબાહસ્વામીને ચાર પૂર્વને અભ્યાસ પૂરો થયું હતું. તે સમયે શ્રી ભદ્રબાહસ્વામીને શ્રી અગ્નિદત્ત નામના ઉગ્ર તપસ્વી શિષ્યની પ્રાપ્તિ થઈ હતી. આ બને ગુરુ-શિ શ્રી યશોભદ્રસૂરીશ્વરજી પાસે જ્ઞાનપ્રાપ્તિ કરતા હતા.
એક સમયે શ્રી અગ્નિદત્ત મુનિ ઉપવનમાં ઉગ્ર તપશ્ચર્યા કરતા હતા તે સમયે ગુટિલા(મિ)ની ટેળી તેમને ઘાત કરવાને તૈયાર થઈ, પરંતુ સંજોગવશાત આ તપસ્વી મુનિને મારવા દેઓલ બાવીસ મિત્રોને મુનિની નજર સામે કૂવામાં પડવાથી ઘાત થયો. એટલે શ્રી અગ્નિદત્ત મુનિએ પોતાના દાદાગુરુ ચાદપૂર્વધર શ્રી યશોભદ્રસૂરિને આમ થવાનું કારણ પૂછયું. તેના જવાબમાં જ્ઞાની સરીશ્વરજીએ કહ્યું કે: “હે મુનિશ્રી ! ભવિષ્યમાં આ પ્રમાણે બનવાનું છે. વીર નિર્વાણ પછી મૃતનિદા અને ઉદય અનુક્રમે થવાના છે.
આ ઘટનાને સંબંધ ભવિષ્ય સંકલિત હોવાથી તે કાળે શ્રી અગ્નિદત્ત મુનિ અને શ્રી યશોભદ્રસૂરીશ્વરજી વચ્ચે બનેલ ઘટનાને ઉલેખ શ્રી વનચલિયા નામના સૂત્રમાં કરવામાં આવે છે. શ્રી અગ્નિદત્ત મુનિએ જે ભવિષ્ય દર્શાવ્યું છે તે વનચલિયા નામના સૂત્રમાં ગાથાનુબદ્ધ જોવામાં આવે છે જેમાંની પહેલી અને બીજી ગાથા નીચે પ્રમાણે –
भणइ जस्समद्दसूरि, सुओवओगेण अग्गिदत्तमुणि । सुणसु महामाय जहा, सुअहिलणमह जहा उदओ ॥१॥ मुक्खाओ वीर पहुणो, दुसएहिय एगनवई अहिएहि ।
वरिसाइ संपइ निवो, जिणपडिमाराहओ होही ॥२॥ વીર નિર્વાણ સંવત એકસો દસ અથવા પંદરના ગાળામાં રચાયેલ વનચલિયા સૂત્રની ઉપરોક્ત ગાથાને ભાવાર્થ નીચે મુજબ છે –