Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co

View full book text
Previous | Next

Page 535
________________ ૪૫૦ સંગ્રા સંપ્રતિ, કૃત્યેના અંગે તેમણે જે ઉપરોક્ત સંક્ષિપ્તમાં સંક્ષિપ્ત નેધ લીધી છે તે ઉપરથી પણ સ્પષ્ટ રીતે સાબિત થાય છે કે વી. નિ. ૨૯૧ માં શ્રી આર્યસહસ્તી મહારાજને સ્વર્ગવાસ થયે તે સમયે મહારાજા સંપ્રતિ વિદ્યમાન હતા. તેમજ સંપ્રતિ મહારાજાએ જેન મંદિરમય ભારત બનાવ્યું હતું તે હકીકતને પણ તેઓ પુષ્ટિ આપે છે. અમારે આ ગ્રંથ પ્રગટ થયા પછી ટૂંક સમયમાં જ સમ્રાટ સંપ્રતિને અંગે શ્રી. મોહનલાલ દલીચંદ દેશાઈ એડકેટ, શ્રી. મેહનલાલ ભગવાનદાસ સોલિસીટર અને પં. શ્રી પ્રીતિવિજયજી મહારાજ એક ગ્રંથ બહાર પાડવાના છે. પ્રગટ થનાર આ નૂતન ગ્રંથમાં સમ્રા સંપ્રતિના અંગે વિશેષ અજવાળું પડશે અને અમો ઈચ્છીએ છીએ કે શિશુનાગ, નંદ અને મર્યવંશી રાજવીઓ તેમજ પુષ્યમિત્ર, ખારવેલ અને મહારાજા વિક્રમથી શક સંવત્સર સુધીના અપ્રગટ સાહિત્ય પર વિશેષ સંશોધન કરી તેઓ જગતને ઈતિહાસના ક્ષેત્રમાં નવું દિશાસૂચન કરશે. અમારા પ્રયત્નને પરિણામે સમ્રા સંપ્રતિના સંબંધમાં સાક્ષરેને પ્રેમ ધીમેધીમે વધતા આવે છે તે અમારે માટે હર્ષદાયક પ્રસંગ છે. ઈછીએ કે ઉપરોક્ત ત્રણે વ્યક્તિએ પોતાનું પ્રકાશન સવેળા પ્રગટ કરે. (૨) મારા આ ગ્રંથ-પ્રકાશનમાં સહાયક થનાર પંન્યાસ શ્રી પ્રીતિવિજયજી મહારાજે પાશ્ચાત્ય વિદ્વાનને એક પુરાવો મને પૂરો પાડ્યો છે. તે પુરા “ઓકસફર્ડ હીસ્ટ્રી ઓફ ઈન્ડીયા ”માંથી ઉદ્ભૂત કરે છે. તે ગ્રંથના લેખક છે જાણીતા વિદ્વાન વી. એ. સ્મીથ. તેઓ પિતાના અભિપ્રાયમાં જણાવે છે કે–“રજપુતાનામાં અજમેરથી માંડી કાઠિયાવાડમાં આવેલ શત્રુંજય સુધી અનેકવિધ સ્થાનિક ગામોમાં સંપ્રતિનું નામ પ્રચલિત છે. શત્રુંજયના દેવાલયમાં તે અતિ પ્રાચીન મંદિરકલાપ તેણે બંધાવ્યું હતું. જોધપુરમાં નાગલાઈ ખાતે એક મંદિર તેમજ અજમેરથી બુદી માર્ગે જતાં જહાજ પુરને કિલ્લો તેણે ( સંપ્રતિએ ) બંધાવ્યો હતો એમ કહેવાય છે. બૌદ્ધ સંપ્રદાયના પ્રચારમાં જે ઉત્સાહ રાજા અશેકે બતાવ્યો હતો તે જ ઉત્સાહ મહારાજા સંપ્રતિએ જૈન સંપ્રદાયના પ્રચારમાં દાખવ્યો હતો. અને તેની ખ્યાતિ પણ તેટલા જ પ્રમાણમાં હતી.” (૩) આ પુસ્તકના પૃ. ૩૫ પરના છેલ્લા પારામાં જણાવ્યું છે કે બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથના સમકાળે સનાતન ધર્મના મહાન અવતારી પુરુષો વાસુદેવ–શ્રી કૃષ્ણ, બળદેવબળભદ્ર અને પ્રતિવાસુદેવ-જરાસંધ જેવા મહાપુરુષ થયા–આવી જાતનું મંતવ્ય વૈદિક ધર્મવાળાઓનું છે. જેન ધર્મશાસ્ત્રમાં ઉપરોક્ત વિભૂતિઓને અંગે જે વર્ણન મળે છે તેમાં જણાવવામાં આવ્યું છે. શ્રી કૃષ્ણ અને બલભદ્ર બંને ભગવાન નેમિનાથના પરમ ઉપાસક હતા એટલું જ નહિ પરંતુ તેઓ પીતરાઈ ભાઈઓ થતા હતા. નેમિનાથના સચારિત્ર

Loading...

Page Navigation
1 ... 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548