Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
પરિશિષ્ટ ૪ થું.
પ્રાસંગિક
(૧)
[ જ્યારે એક જાતનો પ્રવાહ ચાલે છે ત્યારે ભલભલા વિદ્વાને પણ તે પ્રવાહમાં ખેંચાઈ જાય છે. તે જ પ્રમાણે મહારાજા સંપ્રતિની ચર્ચા સમયે બન્યું. અમારી સાથે ચર્ચાસમયે મદદમાં રહેલ શ્રી ગેડીજી ઉપાશ્રયે બિરાજતા પં. શ્રી પ્રીતિવિજયજી મહારાજ ગણિવર્યાને પણ પ્રતિવાદીઓના પ્રતિનિધિ તરીકે શ્રી રતિલાલ ભીખાભાઈ તથા બીજાઓને સામને કરવાની પુરુષાર્થ જિજ્ઞાસા ઉત્પન્ન થઈ. જેમાં અમારી માફક તેઓશ્રીએ મહારાજા સંપ્રતિને લગતા સાહિત્યના આધારે જાણીતા જૈન સાક્ષર શ્રી મેહનલાલ દલીચંદ દેશાઈ એડવોકેટ અને શ્રી મોહનલાલ ભગવાનદાસ સોલીસીટર સાથે સલાહ કરી. મહારાજા સંપ્રતિને લગતે એક અલગ મંથ બહાર પાડવા નિશ્ચય કર્યો, જે હકીકત તેઓશ્રીએ હેન્ડબીલ દ્વારા જાહેર કરી.
અમારી નજરે ચઢેલ જૈન સાહિત્ય પૈકી શ્રી મોહનલાલ દેસાઈ કૃત “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ” નામનો ૧૨૦૦ પાનાનો ગ્રંથ વાંચતાં, તેમાં માત્ર એક જ પાનામાં મૌય રાજવીઓને લગતે ઈતિહાસ મળી આવે છે. જેમાં મહાન સંપ્રતિને અંગે તેઓનું નિવેદન અમારા સંશોધનને પુષ્ટિ આપનારું સમજાયાથી અમે તેને નીચે પ્રમાણે રજૂ કરીએ છીએ.]
દ્ધ પ્રમાણે લેકમાં દદીઓને ઓસડ આપતા, પશુ-પક્ષીના રોગોની ચીકિત્સા પણ કરતા, વિદ્યાર્થીઓને વિદ્યાદાન પણ દેતા, દુ:ખી દિલને સહાય પણ કરતા, તેમજ આરોગ્ય સંબંધી સહાય કરવા તેઓ ચૂકતા ન હતા. આની અસર જોન ઉપર થઈ હોય એમ સંભવિત છે.”
x
સમ્રાટુ અશોકના પુત્ર કુણાલ ને તેના પુત્ર રાજા સંપ્રતિના સમયમાં શ્રી આર્ય. સુહસ્તીએ સ્થવિરક૯૫માં રહી સંપ્રતિને પ્રતિબળે. સંપ્રતિએ સવા લાખ નવા જિનાલયે,