Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
સમ્રાટ સંપ્રતિ. સ્યાદવાદરસ્નાકર નામને અપૂર્વ ગ્રંથ બનાવ્યો હતો. આ ગ્રંથ વર્તમાને સંપૂર્ણ ઉપલબ્ધ થઈ શક્ત નથી.
વિક્રમ ૧૨૨૯ માં શ્રી કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિનો સ્વર્ગવાસ થયે. તેઓએ મહારાજા કુમારપાળને પ્રતિબધી જેન બનાવ્યું હતું કે જે મહારાજાએ જૈન ધર્મને ચુસ્તપણે પાળી પરમહંત શ્રાવક તરીકે પિતાના અઢારે દેશમાં જનમંદિર બનાવ્યા એટલું જ નહિ પણ અમારી પડહદ્વારા લાખે છના તેઓ અભયદાતા બન્યા. આ ઉપરાંત ગરવી ગુજરાતમાંથી તેઓએ મદિરા, જુગટું, વ્યભિચાર આદિ સાત દુર્વ્યસનને દૂર કરી ગુર્જરભૂમિને સંસ્કારી બનાવી.
તેમના સમકાળે શ્રી મલયગિરિ આચાર્ય થયા જેઓએ અનેક જૈનગ્રંથ પર ટીકા બનાવી. બાદ શ્રી મુનિચંદ્રસૂરિજી, શ્રી અજિતદેવસૂરિજી થયા, જેઓએ પણ છે બનાવ્યા છે. ત્યારપછી શ્રી સોમપ્રભાચાર્ય થયા, જેઓએ શ્રી સિંદૂરપ્રકરતવ બનાવ્યું. - ત્યારપછી શ્રી દેવેંદ્રસૂરિ થયા જેઓએ કર્મગ્રંથની રચના કરી. ત્યારબાદ સંમતિલકસૂરિ, દેવસુંદરસૂરિ, સેમસુંદરસૂરિ, મુનિસુંદરસૂરિ વિગેરે પ્રભાવિક પટ્ટધર થયા. બાદ રત્નશેખરસૂરિ થયા, જેઓએ શ્રાદ્ધવિધિ ગ્રંથ બનાવ્યું. ત્યારપછી શ્રી હેમવિમલસૂરિજી થયા જેઓએ ક્યપકાશ નામે તિષ ગ્રંથ બનાવ્યું. ત્યારબાદ જૈનાચાર્ય આનંદવિમલસૂરિ થયા. જેમણે ક્રિોદ્ધાર કર્યો. બાદ વિજયદાનસૂરિજી થયા, તેઓએ પણ સારી શાસન-સેવા બજાવી. ત્યારપછી શહેનશાહ અકબરના સમયમાં જગદગુરુ શ્રી હીરવિજયજી થયા, જેમણે અકબર શહેનશાહને પ્રતિબધી જીવદયાના ફરમાને સાથે તીર્થરક્ષાના ફરમાન મેળવ્યા હતા.
ત્યારપછી વિજયસેનસૂરિ, પછી વિજયસિંહસૂરિ, પછી પંન્યાસ શ્રી સત્યવિજયજી ગણી અને ઉપાધ્યાય શ્રી યશોવિજયજી થયા, જેઓએ સારા પ્રમાણમાં જૈન ગ્રંથ બનાવ્યા.
બાદ પંન્યાસજી કરવિજયજી ગણી, પંન્યાસજી ક્ષમાવિજયજી ગણી, પંન્યાસજી જિનવિજયજી ગણી, પન્યાસજી ઉત્તમવિજયજી ગણી, પંન્યાજી પવિજયજી ગણી, પંન્યાસજી રૂપવિજયજી ગણી, પંન્યાસ કીર્તિવિજયજી ગણી, પંન્યાસ શ્રી કસ્તૂરવિજયજી ગણ, પંન્યાસ શ્રી મણિવિજયજી દાદા, શ્રી બુદ્ધિવિજયજી અગર બુરાયજી મહારાજ થયા. અત્યારને સાધુસમુદાયને માટે ભાગ બુદ્દેરાયજી મહારાજના પરિવારને ગણી શકાય. પં. રૂપવિજયજી ગણિથી બીજી પણ એક શાખા નીકળી હતી તેમાં રૂપવિજયજી પછી પં. અમીવિજયજી ગણી, પં. સભાગ્યવિજયજી, પંન્યાસ શ્રી રત્નવિજયજી ગણ, પંન્યાસ શ્રી ભાવવિજયજી ગણ અને તેની પાટે વર્તમાનાચાર્ય શ્રી વિજયનીતિસૂરીશ્વર થયેલા છે,