Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
પરિશિષ્ટ ૩ જુ.
સાલવારીમાં શું બન્યું? વીરનિર્વાણ ૩૭૬ માં આર્ય શ્યામાચાર્યો કાપનાર બનાવ્યું.
વીરનિર્વાણ ૪૭૦ માં શ્રી સિદ્ધસેન દિવાકર ઉજજોનીમાં વાચાળમંદિર સ્તોત્ર બનાવી તીર્થકર શ્રી પાર્શ્વનાથ મહારાજની પ્રતિમા પ્રગટ કરી કે જે પ્રતિમા અવન્તીપા. નાથના નામે મહારાજા સંપ્રતિના કાળમાં પ્રસિદ્ધિને પામી હતી. બાદ આ સ્થળે મહાકાળ નામના મહાદેવનું મંદિર બંધાયું હતું. આ કાળે મહારાજા વિક્રમ (બલમિત્ર) ઉજજેનની ગાદીએ રાજ્ય કરતો હતો. સંમતિ તદ નામનો ગ્રંથ સિદ્ધસેન દિવાકરે બનાવ્યું છે કે જે ન્યાયને ઉત્તમ ગ્રંથ પૂરવાર થયો છે.
વીરનિર્વાણ પ૭૦( મતાંતરે ૫૭૮)માં શ્રી જાવડશાની મારફતે શત્રુંજય તીર્થને વાસ્વામીએ ઉદ્ધાર કરાવ્યો.
વીરનિર્વાણ ૬૦૯ માં શ્રી શિવભૂતિ મુનિએ દિગંબર મતની સ્થાપના કરી અને વેતાંબર સંપ્રદાયમાંથી દિગંબર સંપ્રદાયની ઉત્પત્તિ થઈ.
વિરનિર્વાણ ૬૧૬ બાદ શ્રી દુર્બલિકા પુષમિત્ર નામના જૈનાચાર્ય થયા. તેમના સમયમાં સાડાનવ પૂર્વનું જ્ઞાન હતું.
તીર્થકર મહાવીર પ્રભુના નિર્વાણ બાદ ૬૮૪ વર્ષ પછી શ્રી ગંધહસ્તી નામે જેનાચાર્ય થયા, જેમણે પણ શાસનસેવા સારી બજાવી હતી. વીરનિર્વાણના ૭૭૦ પછી વીરાચાર્ય નામે આચાર્ય થયા જેમના હાથે જેન ધર્મની સારી ઉન્નતિ થઈ છે.
વીરનિર્વાણ ૯૮૦ વર્ષ પછી વલ્લભીપુરમાં ૫૦૦ સમર્થ જૈનાચાર્યોએ એકત્રિત થઈ પેરામિણમાણમાના આધિપત્ય નીચે જે આગમ ગ્રંથે કંઠાર હતા તેને પુસ્તકારૂઢ કર્યા.