Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
પૂરવણી શ્રી સિદ્ધચક આરાધક શ્રીપાલ મહારાજ અને મયણાસુંદરીના સ્મરણુંથે થાણુમાં બંધાતા ઐતિહાસિક મંદિરને
લગતે ટૂંક પરિચય. - ભારતને જેનસમાજ ચિત્ર અને આશ્વિન માસમાં શ્રી નવપદજીની આરાધના નિમિત્તે ક્રિયા સહિત ઓળી કરી શ્રી શ્રીપાલ મહારાજના રાસનું નવ દિવસ સુધી નિયમિત શ્રવણ કરી, નવનિધિ અને અષ્ટ મહાસિદ્ધિ પ્રાપ્ત કરે છે, તેમ જ સાથેસાથ કર્મનિર્જરા કરી આત્મકલ્યાણ સાધે છે.
આ શ્રીપાલ મહારાજા અને મયણાસુંદરીના નામથી જૈન સમાજનું નાનામાં નાનું બાળક પણ પરિચિત છે. એટલે આખાયે ચરિત્રને આ સ્થળે ન વર્ણવતાં કોંકણ કિનારે આવેલ શ્રી થાણુનગરની સાથે તેમનો સંબંધ અહીં અતિ સંક્ષેપમાં જણાવવામાં આવ્યો છે.
વર્તમાનકાળે માગધી, સંસ્કૃત તેમ જ ગુજરાતી ભાષામાં શ્રીપાલ મહારાજાનું ચરિત્ર જ્ઞાનભંડારમાંથી મળી આવે છે, જેમાં શ્રી વિનયવિજયજી મહારાજ વિરચિત શ્રી શ્રીપાલ મહારાજને કાવ્યમય રાસ જેનસમાજમાં ઘરેઘરે વંચાય છે. આ રાસની રચના પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથોના આધારે ઉપકારી મુનિવરે કરી છે. તે રાસના ત્રીજા ખંડમાં શ્રી થાણુ નગરી સાથે શ્રીપાલ મહારાજના ચરિત્રને સંબંધ નીચે મુજબ દષ્ટિગોચર થાય છે.
શ્રી નવપદજીની સર્વશ્રેષ્ઠ આરાધનાથી નવમે ભવે મોક્ષ મેળવનાર શ્રીપાલ મહારાજને ડગલે અને પગલે અનેક પ્રકારની ત્રાદ્ધિ પ્રાપ્ત થતી જઈ તેના જેવું પુણ્યકાર્ય કરવાને બદલે આ ઉપકારી આત્મા ઉપર અત્યંત ઈર્ષા ધરાવનાર ધવલ શેઠે રત્નદ્વીપથી પિતાની સાથે વહાણમાં મુસાફરી કરતાં શ્રીપાલ મહારાજાને વિશ્વાસઘાતથી સમુદ્રમાં નાંખી દીધા.