Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
૪૫૬
થાણાના ઐતિહાસિક મંદિરના સંક્ષિપ્ત પરિચય પાણીદાર કટારી હાથમાં રાખી, ચંદનને રેશમની દેરી બાંધી શેઠે સાતમે મજલે ફેંકી. ઘે ભીતે એંટી ગઈ અને શેઠે ઉપર ચઢવા માંડયું, પરંતુ અતિ પાપનો ઘડો ફૂટવાની તૈયારીમાં હોય તેમ શેઠને પગ લપસી ગયે અને તે દેરડે લટકી પડ્યો રેશમની દેરી તૂટી ગઈ ને તે ભેય ઉપર પડ્યો અને પડતાંની સાથે જ હાથમાંની ખુલ્લી કટારી “કર અને જે” એ કહેવત પ્રમાણે શેઠના પેટમાં પેસી ગઈ અને ધવલશેઠ મૃત્યુ પામ્યો.
સવારમાં કુંવરને ધવલશેઠના મૃત્યુના સમાચાર મળતાં તે તેના ગુણે સંભારી તેના શબ પાસે બેસી વિલાપ કરવા લાગે. લોકોએ તેને શાંત્વન આપ્યું. વસુપાલ રાજાએ ધવલશેઠના પાંચસો વહાણે શ્રીપાલ મહારાજાને સ્વાધીન કર્યા, અને આ રીતે તે અઢળક લક્ષમીને સ્વામી બન્યો. બાદ અહીંથી કુંવર અન્ય અન્ય સ્થળોએ દિગ્વિજય કરવા માટે આગળ વધ્યા.
આ પ્રમાણે થાણા નગર સાથે શ્રીપાલ મહારાજના ચરિત્રને લગતે સંબંધ પ્રાચીન કાળથી એટલે વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામીના સમયથી જોડાએલ છે.
થાણુની પ્રાચીનતા સિદ્ધ કરતું અમારું અપૂર્વ સંશોધન
હાલમાં વર્તમાન થાણું નગરની તદ્દન નજીકમાં વડવલી નામે ખાડીનું સ્થાન છે. જેની નીચેના ભાગમાં “રેમન્ડ વુલનમીલનામે મીલ આવેલી છે. વર્તમાનકાળે અહીં પોર્ટુગીઝ ચર્ચ પણ છે. નીચેના ઢળાવમાં ઝરમરી માતાનું મંદિર છે. આ સ્થળ પુરાતન થાણું તરીકે લેખાય છે. આ મંદિરની બાજુમાં સિદ્ધાચળ નામે તળાવ છે. આને અંગે એવી પ્રાચીન દંતકથા પ્રચલિત છે કે પૂર્વ કાળે અહીં ૯૯ મંદિરોની હારમાળા હતી. જેમાં જેન અને સનાતન ધર્મના મંદિરને સમાવેશ થતો હતો. એટલે પૂર્વકાળે આ લગભગ છ માઈલના ઘેરાવામાં એક ભવ્ય અને પ્રભાવશાળી નગર હતું એમ સમજાય છે.
પુરાતત્વશોધકો અને જૈન પ્રાચીન સધનમાં ઉત્સાહ ધરાવનારાઓ જે સૂક્ષમતાથી આ દિશામાં પ્રયાસ કરે તો હજારો વર્ષના કાળાંતરે ઉજજડ થએલ આવાં સ્થાનમાં સેંકડો ભવ્ય પ્રતિમાઓ તેમજ અવશેષ પ્રાપ્ત થવા સંપૂર્ણ સંભવ છે.
મહારાજા અશોકે રાજ્યપત્ર સંપ્રતિને તેના જન્મ કાળના વર્ષે જ એટલે ઈ. સ. પૂર્વે ૨૫૭ માં રાજ્ય સુપ્રત કરતી વખતે રાજ્યના પાડેલા વિભાગમાં મગધની દક્ષિણ વિભાગની રાજ્ય સરહદ કેકણ કાંઠે થાણાથી આગળ નાલાસોપારા સુધી લંબાએલ હતી તે અમે સંપ્રતિવાળા પ્રકરણમાં જણાવી ગયા છીએ.
મહારાજા સંપ્રતિએ વી. નિ ૨૮૭ માં નિત્ય એક મંદિર બાંધવાની લીધેલ પ્રતિજ્ઞાના અંગે સમસ્ત ભારતમાં બંધાએલ સવાલાખ જિનાલયોમાં અહીં પણ મંદિર અને