Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co

View full book text
Previous | Next

Page 542
________________ ૪૫૫ થાણાના ઐતિહાસિક મંદિરને સંક્ષિપ્ત પરિચય સૈન્ય તમારું સજજ કરે, મુજ કર ઘો તલવાર; તવ મુજ કુળી પ્રગટ થશે, ટળશે તમ શંકાય. માથું મુંડાવ્યા પછી, પૂછે નક્ષત્ર અને વાર; એ ઉખાણે તમે સાચજો, ભલી કરી ભૂપાળ.” છતાં પણ હે ભૂપાળા વધુ ખાત્રી કરવા માગતા હો તો સમુદ્રકાંઠે નાંગરેલ આ જ ધવલશેઠના વહાણમાં મારી પરણેલી બે સ્ત્રીઓ છે તેમને તેડાવી તમે તમારી શંકાનું સમાધાન કરી શકો છો. ભૂપાળે તરત જ પ્રધાનને બંદર ઉપર કર્યો અને બને સ્ત્રીઓને માનપૂર્વક રાજ્યદરબારે બોલાવી. પિતાની બન્ને સ્ત્રીઓને જોઈ શ્રીપાલકુમારને સંતોષ થયો. બાદ વિદ્યાધરની પુત્રી મદનમંજૂષાએ રાજા તરફથી પૂછાએલ પ્રશ્નનો જવાબ એ તે સંતોષકારક રીતે આપ્યો કે જે સાંભળતાં રાજા તો આશ્ચર્યમુગ્ધ બની ગયે એટલું જ નહિ પરંતુ આ રાણીના મુખથી સાંભળેલ વૃત્તાંતથી તેને ખાત્રી થઈ કે શ્રીપાલકુમાર તેની બહેનને જ દીકરો છે. આ પ્રમાણેના કૌટુંબિક સંબંધથી રાજ્યસભા તથા પ્રજાજને આનંદમાં આવી ગયાં. રાજાએ તરત જ કરડી નજર કરી હૂમ્બ નાયક તરફ જોયું તો તેઓ સર્વે થરથરતા હતા. ડૂઅ–નાયકે જવાબ આપતાં કહ્યું કે-“આ સર્વ ધવલશેઠને જ પ્રપંચ છે. અમે એક લાખ સુવર્ણ મહારની લાલચે જ આ પ્રમાણે કપટજાળ રચી હતી, માટે અમો ગરીબ ઉપર દયા કરો.” રાજાએ તરત જ ધવલશેઠને મુશ્કેટાટ બંધાવ્યા અને તેને તથા ડૂઓના ટેળાંઓને ઠાર કરવા આજ્ઞા ફરમાવી મારાઓને સ્વાધીન કર્યા. એટલે ઉદાર દિલના શ્રીપાલકુમારે અપકાર ઉપર ઉપકાર કરી ” તેઓને બચાવી લીધા. મહારાજાએ નિમિત્તવેત્તાને સુંદર શિરપાવ આપી રવાના કર્યો. સુજ્ઞ વાચક, જગતના તમામ ખનીજ ખજાનાઓ કરતાં વિદ્યારૂપી ખજાને મહાન અખટ, અમૂલ્ય અને અલભ્ય છે જેની ખાત્રી ઉપરના વૃત્તાંતના વાચનથી થશે કે નિમિત્તવેત્તાએ નિમિત્તશાસ્ત્રના જ્ઞાનના બળે કેવું સપ્રમાણ ભવિષ્ય ભાખ્યું હતું. સ્વ પૂરે નાગા વિજ્ઞાન સર્વત્ર પૂ. બાદ શ્રીપાલકુંવર નવપદજીનું ધ્યાન ધરતા ત્રણે રાણીઓ સહિત અહીં આનંદપૂર્વક રહેવા લાગ્યા. ઈર્ષાગ્નિમાં બળી રહેલ ધવલશેઠની નીચતા ન છૂટી અને તે વિચારવા લાગ્યું કે “મેં બબ્બે વખત કુંવરને હણવા પ્રયાસ કર્યો છતાં આ બન્ને વખત મારા હાથ હેઠા પડ્યા અને કાર્યસિદ્ધિ થઈ નહિ, માટે હવે તો એક જ નિશ્ચય કે “પી ન શકું તે ઢળી તે નાખવું” એટલે મારે હાથ લક્ષમી તે ભલે ન આવી પણ એને તો ભેગવવા નહિ જ દઉં. બસ મારા હાથે જ એને ઠાર કરી નાંખ્યું એટલે બધી પંચાત મટી જાય.” આ પ્રમાણે નિશ્ચય કરી એક રાત્રિના સમયે સાતમે મજલે જ્યાં શ્રીપાલકુંવર સુખશખ્યામાં પોઢેલ છે તે સમયે

Loading...

Page Navigation
1 ... 540 541 542 543 544 545 546 547 548