Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co

View full book text
Previous | Next

Page 530
________________ સલવારીમાં શું બન્યું? ૪૫ વિ. નિ. ૯૯૩ ના વર્ષ પછી શ્રી ચેથા કાલકાચાર્ય થયા, જેઓએ ભાદરવા સુદ ચોથની સંવત્સરી શરૂ કરી. ત્યારપૂર્વે સંવત્સરી પર્વ પાંચમને દિવસે પળાતું હતું. વીર નિર્વાણ ૧૦૦૮ પછી જૈન મુનિઓ ગામમાં રહેવા લાગ્યા. ત્યારપૂર્વે વન અને ઉદ્યાનમાં રહેવાની પ્રણાલિકા હતી. જે જે પ્રમાણે મનુષ્યની તાકાત ઓછી થતી ગઈ તે પ્રમાણે ધર્મક્રિયામાં પણ શિથિલતા આવવા લાગી, જેથી તેઓ વન અને ઉદ્યાન છેડી ગામ અને શહેરમાં રહેવા લાગ્યા. વીર નિર્વાણ ૧૦૫૫ પછી જૈનાચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીને સ્વર્ગવાસ થયે. તેમણે સેંકડો જૈન ગ્રંથ બનાવ્યા. પ્રભુ મહાવીરના નિર્વાણ ૧૧૨૫ વર્ષ પછી શ્રી જિનભદ્વગણિ ક્ષમાશ્રમણને સ્વર્ગવાસ થ: જેઓએ ઘણું જૈન ગ્રંથ પર ભાષ્ય લખ્યાં. " વિક્રમ સંવત ૭૦૦ માં શ્રી શીલાંકાચાર્ય થયા. તેઓએ આચારાંગ અને સૂત્રકૃતાંગ નામના સૂત્ર પર પહેલવહેલી ટીકા બનાવી. વિક્રમ સંવત ૪૭૦ વર્ષ પૂર્વે શ્રી મહાવીરસ્વામી નિર્વાણ પદને પામ્યા. ત્યારપછી વિક્રમ સંવત ૭૦૦ માં ઉપરોક્ત ટીકા લખાઈ છે. એ સાતમાં ચાર સીત્તેર મેળવતાં મહાવીર નિવણ બાદ ૧૧૭૦ માં શીલાંકાચાર્ય થયા. આ હકીકત વીર નિર્વાણની સાલ સાથે પ્રમાણભૂતપણે મળતી આવે છે. વિક્રમ સંવતમાં ૪૭૦ વર્ષ ઉમેરતાં વીર નિર્વાણ સંવત થાય છે. | વિક્રમ સંવત ૧૦૯૬ માં વાદવેતાલ શ્રી શાંતિસૂરિ મહારાજ સ્વર્ગવાસી થયા. તેઓએ ઉત્તરાધ્યયન સૂત્ર પર વૃત્તિ રચી. છે. વિક્રમ સંવત ૧૧૨૦ માં ઐઘનિર્યુક્તિની ટીકા કરનાર શ્રી દ્વાણાચાર્ય થયા. વિક્રમ સંવત ૧૧૩૫(મતાંતરે ૧૧૩૯)માં શ્રી અભયદેવસૂરિ મહારાજ સ્વર્ગવાસી થયા. તેઓ મહારાજા સિદ્ધરાજ જયસિંહના સમકાલીન હતા. તેઓએ સ્થાનાંગ વિગેરે નવ અંગ ગ્રંથ પર ટીકા બનાવી તથા મહારાજા સિદ્ધરાજ જયદેવની આજ્ઞાથી ૧૯ પ્રમાણ શ્રી સંપ્રતિ મહારાજનું ચરિત્ર બનાવી મહારાજા સિદ્ધરાજને અણહિલપુર પાટણમાં અર્પણ કર્યું. તે ચરિત્રમાં શ્રી નિશીથ આદિ પ્રાચીન સૂરોને આધાર મહારાજા સંપ્રતિના ઈતિહાસના સાક્ષીભૂત અંગ તરીકે દર્શાવ્યું હતું. * આ સંપતિની કથા અમાએ આ ગ્રંથના પાંચમા ખંડમાં દાખલ કરી છે, જે વાંચવાથી સંમતિના અસ્તિત્વ સંબંધી શંકા નિર્મૂળ થઈ જશે. વિક્રમ સંવત ૧૨૨૬ માં શ્રી વાદી દેવસૂરિ મહારાજનો દેહાંત થયા. જેઓએ

Loading...

Page Navigation
1 ... 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548