Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
પ્રકરણ ૨ જી.
મૈાય વંશની વંશાવળી.
સુજ્ઞ વાચક, ભારતીય ઐતિહાસિક ક્ષેત્રમાં માવંશ સુધીના ઇતિહાસ તેની વંશાવળી સાથે મળી આવે છે.
પ્રાચીન વિશ્વાસપાત્ર પ્રમાણભૂત ગ્રંથા જેવા કે પુરાણ, દીપ’શ, મહાવશ, બુદ્ધઘાષ અને બ્રહ્મદેશીય જનશ્રુતિ તથા મા વંશી ઇતિહાસેા કે જે જુદા જુદા ઇતિહાસવેત્તાઓએ લખ્યા છે તે; તેમજ જૈન કાળગણનાને લગતા ગ્રંથા જેવા કે “ વીરનિર્વાણુ સંવત્ ર જૈન કાળગણના યુગપ્રધાન પટ્ટાવલી ” અને તીત્થાગાલી પઇન્નય ” આદિ પ્રાચીન જૈન ગ્રંથામાં મા વંશના રાજાઓના રાજ્યામલના પ્રથમ વિભાગ મહારાજા અÀાક સુધી પ્રમાણભૂત હકીકતપૂર્વક મળી આવે છે, જેને અમેા પણ માન્ય રાખી, તે જ પ્રણાલિકાને અનુસરી, મહારાજા સંપ્રતિના જન્મકાળ સુધીના ઇતિહાસને ચેાથા ખંડમાં આળેખીએ છીએ.
99 66
66
કુલ વ.
૨૪ ૨૫
૩૬
કુલ વર્ષો ૮૫
નામ.
૧. મહારાજા ચંદ્રગુપ્ત ૨. મહારાજા બિંદુસાર ૩. મહારાજા અશાક
ઇ. સ. પૂર્વે ૩૨૨ થી ૨૯૮
૨૯૮ થી ૨૭૩
૨૭૩ થી ૨૩૭
વીરનિર્વાણુ સંવત્
૨૧૦ થી ૨૩૪
૨૩૪ થી ૨૫૯
૨૫૯ થી ૨૯૫
૧. ભારતમાં પતીપ્રદેશના રાજા તરીકે ઇ. સ. પૂર્વે ૩૨૨ થી ૩૧૭, મગધ સમ્રાટ તરીકે ઈ. સ. પૂર્વે ૩૧૭ થી ૨૯૮.
૨. મહાવંશ તથા યુદ્ધધાય ૨૮ વર્ષના રાજ્યામલ જણાવે છે. બ્રહ્માદેશીય જનશ્રુતિ ૨૭ વર્ષાં જણાવે છે. જૈન ગ્રંથકારા ૨૫ વષૅ જણાવે છે. ઇતિહાસકારા જૈન ગ્રંથકારાના જણાવ્યા મુજબ ૨૫ વર્ષની સંખ્યાને માન આપે છે, જેને માન્ય રાખી અમે પશુ બિંદુસારનાં ૨૫ વષઁ મજૂર રાખીએ છીએ.;
૩. દીપવંશ અને મહાવશ ૩૭ વર્ષાં જણાવે છે. બુધાષ અને બ્રહ્મદેશીય જનશ્રુતિ કાષ્ઠ પશુ જાતના નિણૅય ઉપર આવી શકયા નથી.