Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
૨૨૪
સમ્રાટુ સંપ્રતિ આ સંબંધમાં મહારાજા ભેજના સમયમાં રાજ્યકવિ કાલિદાસે રઘુવંશ કાવ્યમાં રિજન પદને” ઉલ્લેખ કરતાં રઘુવંશની પૂર્વે ઈક્વાકુ વંશથી મહાજનની ઉત્પત્તિ થઈ હતી એમ જણાવ્યું છે, કે જે ઈવાકુવંશના મૂળ સ્થાપક શ્રીષભદેવ હતા. તેવી જ રીતે મહાજનને સંતેષી પ્રજાસત્તાક રાજ્ય બનાવવામાં મહારાજા ચંદ્રગુપ્તની પૂર્વે થએલ મહારાજા શ્રેણિકે સફળતા મેળવી હતી અને મગધનરેશ બિંબિસારને શ્રેણિકનું ઉપનામ આપ્યું હતું.
મનુસ્મૃતિમાં પણ દેશ સંઘ” અને “ગ્રામ્ય સંઘનું” નીચે પ્રમાણે વર્ણન આવે છે – - “ો ગામલેશ કાનાં છ સત્યેન સંવિધા
विसं वदेनरो लोभात्तं राष्ट्राद् विप्रवासयेत् ॥ मनु । ८ । २१६ ॥ તેવી જ રીતે કલિંગરાજ ખારવેલના હાથીગુફાવાળા શિલાલેખમાં પણ આને ઉલેખ કરવામાં આવ્યો છે, જેમાં મહારાજા ખારવેલે “મહાજન”ને સુંદર રીતના મહત્વતાભર્યા અધિકાર સુપ્રત કર્યા હતા તેના અંગે ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજ્ય સંચાલનમાં મહાજનના સહકારની ખાસ જરૂરિયાત
મહારાજા કુમારપાળના રાજ્યામલ દરમિયાનમાં શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યે મહાજનની સત્તા રાજ્યવહીવટમાં પ્રબળ બનાવી, ગુર્જરભૂમિના વિજયી રાજવીઓની કીર્તિ વધારી હતી.
આ સંબંધમાં અજોડ સાહિત્યકાર શ્રીમાન કનૈયાલાલ મા. મુન્શીએ પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ અને રાજાધિરાજ નામના ત્રણ ગ્રંથ લખી મહાજન( કહેતાં દેશ)ના પ્રતિનિધિઓ પરત્વે સંપૂર્ણ વિશ્વાસ ધરાવી રાજ્ય ન ચલાવી શકાય ત્યાંસુધી સામ્રાજ્યના પાયાઓ સદેદિત ડેલાયમાન રહે છે એમ સાબિત કરી આપ્યું છે. ભારતની મહાસભા પણ પિતાનું પ્રતિનિધિત્વ માગે છે –
આજે ભારતની સ્વતંત્રતાને ચાહતી મહાસભા કે જેનું બીજું નામ મહાજન અથવા દેશસંઘ ગણાય તેણે પણ પ્રાચીનમાં પ્રાચીન રાજ્યનીતિ અનુસાર વર્તમાન સરકાર પાસે રાજ્યવહીવટી તંત્રમાં પોતાના હક્કાની માગણે રજૂ કરી, અહિંસાવાદને પ્રાધાન્ય સ્થાને રાખી, મહાજન શબ્દની કિંમત અને મહાજનનું બળ જગતભરને બતાવી આપ્યું છે. જગતભરની રાજ્યસત્તાઓ આને ધડો લેશે ખરો કે?
આ લડત ઉપરથી બ્રિટિશ સામ્રાજ્ય જેવો રાજ્યસત્તાઓ તે શું પરંતુ જગતભરની રાજ્યસત્તાઓએ નિશ્ચયપૂર્વક માની લેવું કે રાજ્યઅંગની બે બાંહો સમાન છે. “જમણી બાંહ્ય તે દેશ યા મહાજન અને ડાબી બાંહા તે રાજ્યાધિકાર.”
આ બે પૈકી એક અંગ ઢીલું થતાં બીજાં અંગને તેની અપંગતા તરત જણાઈ