Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
અગત્યની છે અને શાસનસ્તંભ સૂરીશ્વરના અભિપ્રાય
३४५ પાનાં ઘટાડી દીધાં અને આ લેખમાળા બંધ પડી, જેના વેગે ચર્ચાપત્રો દ્વારા અધૂરી લેખમાળાના મુદ્દાઓની છણાવટનું કાર્ય ચર્ચારૂપે ખૂબ જોરમાં આવ્યું. પરિણામે સમ્રા સંપ્રતિની બનાવેલ પ્રતિમાઓ ઉપર શિલાલેખ નથી તેવી જ રીતે સમ્રા સંપ્રતિનું અસ્તિત્વ પણ શંકાસ્પદ છે એ જાતના મુદ્દાઓ રજૂ કરી ચર્ચાકારો એ આ ગ્રંથના લેખકની કારમી સ્થિતિ કરી મૂકી, જેના વેગે પ્રમાણભૂત પ્રમાણે મેળવવા તેમ જ ભારતના સમર્થ અને ધુરંધર શાસનસ્તંભ સૂરીશ્વરના અભિપ્રાયો મેળવવા અમારે મુસાફરી કરવી પડી. અમે સમર્થ સૂરીશ્વરોના અભિપ્રાય મેળવી તેને જાહેરપત્ર દ્વારા પ્રગટ કરીએ ત્યારે પહેલાં તો જેનપત્રોએ પણ ધમાલ કરી મૂકી. આ ઊહાપોહમાં “જેન તિ” પત્રે ઉપરાછાપરી લેખે લખી ચર્ચાને ગંભીર બનાવી મૂકી, જે સઘળાનો જવાબ અમોએ “જેન તિ” પત્રમાં ૧૫ ના આસો સુદ પૂનમના અંકના પૃષ્ઠ ૧૦ ઉપર આપે છે. તેવી જ રીતે “મુંબઈ સમાચાર” દ્વારા પણ એને જવાબ અમેએ સંતોષકારક રીતે રજૂ કર્યો હતો, જેને ટૂંક સારાંશ નીચે પ્રમાણે છે – - “અમારી પાસે સમ્રા સંપ્રતિનું સાહિત્ય સંપૂર્ણ તૈયાર છે. તેના આધારે અમે ધારીએ તો દિવાળી સુધીમાં ગ્રંથ પ્રગટ કરી શકીએ, પણ સ્વાર્થોધ થઈ સંપ્રતિના મહત્વતાભર્યા ઈતિહાસને એકતરફી ગ્રંથારૂઢ કરી સંપ્રતિના નામ પર ચરી ખાવાની અમારી નબળી મનવૃત્તિ નથી, જેની જેનસમાજે ખાત્રી રાખવી. અમે વર્ષોથી ઊંડાણભર્યા સંશોધનને અંગે સાહિત્ય એકત્ર કરવા અર્થે સાસ જેવા ખર્ચામાં ઉતર્યા છતાં અમોએ જરા પણ ઉત્સાહભંગ થઈ ચર્ચામાં પાછી પાની ભરી નથી તેમજ કોઈના ઉપર ખર્ચને બે નાંખે નથી અને નાંખવા માગતા પણ નથી.
ચર્ચાપત્રના અંગે અમેએ મેળવેલ સમર્થ સૂરીશ્વરેના અભિપ્રાયે
(૧) તા. ૨૪–૯–૩૯ ના દિવસે આચાર્યદેવ શ્રી વિજયપ્રેમસૂરીશ્વર મહારાજને અભિપ્રાય પુના મુકામેથી અમે નીચે પ્રમાણે મેળવી શક્યા છીએ. આચાર્યદેવશ્રી જણાવે છે કે “જૈન ગ્રંધકાર મુનિવરેએ મહાન સંપ્રતિનાં ધાર્મિક કાર્યો પૂરતી જ નેધ માં લીધી છે. મુનિવરોને સંપ્રતિના સાંસારિક કાર્યો સાથે સંબંધ ન હતો એટલે તેઓએ તેમના કૌટુંબિક ઈતિહાસની નેંધ ગ્રંથમાં લીધી નથી. ભારતમાં ચારે દિશાએ સંપ્રતિ મહારાજાએ જિનાલય બંધાવી જેનધર્મની અપૂર્વ સેવા બજાવી છે. સંપ્રતિના કાળમાં મૂર્તિ નીચે શિલાલેખ લખવાની પ્રથા હતી નહિ, છતાં સંપતિએ ભરાવેલ જેનબિંબમાં ખાસ નિશાનીઓ એક સરખી જ મળી આવે છે.”
(૨) તા. ર૬-૯-૩૯ના દિવસે અમે અમદાવાદ જઈ આગમોદ્ધારક આચાર્ય મહારાજ શ્રીમદ્દ સાગરાનંદસૂરીશ્વરને અભિપ્રાય નીચે પ્રમાણે મેળવી શક્યા છીએ