Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
મહારાજા પુષ્યમિત્ર જિનમંદિરોના વિનાશાથે રાજયગ્રહી તરફ ૭૮૫ જવાથી અને તે પ્રદેશનું ક્ષેત્રફળ ઘણું જ વિશાળ હવા સાથે પ્રજા પણ સંસ્કારી અને શ્રદ્ધાળુ બનેલ હોવાથી હજારોની સંખ્યામાં જૈન સાધુઓએ ઉપરોક્ત ભૂમિમાં વિહાર કર્યો અને સુખપૂર્વક ધર્મ સાધન કરી શક્યા.
આ જૈન-ધર્મસંરક્ષક કલિંગપતિ મહારાજા ખારવેલનો ઈતિહાસ આ પછીના પ્રકરણમાં રજૂ કરીશું.
મહારાજા પુષ્યમિત્ર ફરીથી ધર્મઝનૂની બને છે–
મહારાજા પુષ્યમિત્રને ફરીથી ધર્મઝનુન વ્યાખ્યું અને તેણે પોતાની હઠના પાલનાથે ફરીથી પ્રચંડ દાવાનળ સળગાવ્યું. તેણે નંદકાલીન પાટલિપુત્રના પાંચ કીર્તિસ્તૂપોને નાશ કર્યો અને તેમાંનું અખૂટ દ્રવ્ય હસ્તગત કર્યું તેવી જ રીતે અનેક જૈન સાધુઓના વેને જબરજસ્તીથી ઉતરાવી લેવા લાગે એટલું જ નહિ પણ તેમની હત્યા કરવામાં પણ તે પાછા હઠ નહિ.
આ કાળે રદ્યાસહ્યા બદ્ધભિક્ષુકાની પણ તેણે બેહદ સતામણી કરી. આ સમયના અત્યાચારોનું વર્ણન જૈનગ્રંથકાર કલંકી રાજાના વર્ણન જેટલું જ ક્રૂર બતાવે છે કે જે કલંકી રાજા વેદાન્ત ધર્મના ઉદ્ધારને અને અન્ય ધમીઓને નાશ કરવાવાળો બનવાને છે. શ્રીમદ્ ભગવદ્દગીતામાં આને લગતે નીચે પ્રમાણે લેક છે –
" कल्किना व्याहताः सर्वे, म्लेच्छा यास्यन्ति संक्षयम् ।
अधार्मिकाश्च येऽत्यर्थ, पाखण्डाश्चैव सर्वशः॥" મહારાજા પુષ્યમિત્ર કલિંગપતિ ખારવેલના સ્વર્ગવાસ બાદ તદ્દન નિરંકુશ થયા પછી તેણે લગભગ ઘણાં વર્ષ રાજ્ય કર્યું, જેમાં તેણે બે અશ્વમેધ યજ્ઞો કર્યાની નૈધ ગ્રંથોમાંથી મળી આવે છે. પાટલિપુત્રમાં દૈવી કે –
નગરદેવતાએ આ નિર્દય રાજા પુષ્યમિત્રને શ્રમણસંઘને અત્યંત હેરાન કરતો જે ત્યારે તેના આખરી પરિણામ અથે તેણે દંષ્ટ્રાવિનાશી યક્ષની મદદ માગી. આ યક્ષ, પુષ્યમિત્ર એક સમયે જ્યારે દેવમંદિરોના વિનાશ અથે બહાર નીકળે ત્યારે તેના મદદગાર યક્ષને કાંઈક બહાનું કાઢી અન્ય બાજુએ ફરવા લઈ ગયે. આ સમયે કૃમીસેન નામને બળવાન યક્ષ કે જે આ નગરદેવતાને મદદગાર બન્યો હતો તેણે બળવાન લશ્કરના રોકાણ અર્થે પિતાની અગાધ શક્તિના ગે એક પહાડ નજદિક પુષ્યમિત્રને લશ્કર સહિત રોકી દિધે, અને પરિણામે બળવિહીન પુષ્યમિત્રનું આ ચક્ષના કારણે જ મૃત્યુ થયું.