Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
૩૪
સમ્રાટ્ સંપ્રતિ
ફરીથી રાજ્યાના ફરમાવી. આ સમાચારા જૈનસંઘે મહારાજા ખારવેલને મારતી સાંઢણીયે કલિંગ પહાંચાડ્યા.
મહારાજા ખારવેલની મગધ ઉપર ત્રીજી ચઢાઈ—
મહારાજા ખારવેલે આ સમાચાર મળતાં પુષ્કળ હસ્તી સૈન્ય સહિત જૈનધર્મના રક્ષણાર્થે કલિંગથી ઉત્તર હિંદના પ્રદેશ માગે પ્રવેશ કરી, હિમાલયની તળેટી સુધી પહેાંચી, એકાએક ગગા નદીની ઉત્તરેથી મગધ ઉપર ચઢાઇ કરી.
આ સમયે અસંખ્ય હસ્તી સેનાથી કલિ`ગરાજે ગંગા નદી ઓળંગી પાટલિપુત્રને ઘેરી લીધું. જેના ચાગે પુષ્યમિત્ર વિવશ થઈ રાજા ખારવેલ સાથે સધી કરવા તૈયાર થયા. ખારવેલે આ જૈનધર્મ દ્વેષી રાજાને બંધનયુક્ત કરી પેાતાનાં ચરણામાં નમાળ્યા અને સધીમાં રત્નસહિત ધનભંડાર લઇ ક્રીથી આવા ઉપદ્રવ ન કરવાની પ્રથમ મુજબની શરતે સ ંધી કરી અને જો તેના હવે ભંગ કરવામાં આવશે તેા દેહાંતદંડની ધમકી આપી. બાદ મહારાજા નંદના સમયમાં અહીં આવેલ સુવર્ણ જૈનપ્રાતમાને લઇ તે પેાતાના દેશ તરફ પાછે . આને અંગે હાથીગુફાની બારમી પરંક્તિમાં ખાસ નાંધ છે:
વસમે જ વસે.......સદને હિ વિતાસાત ઉતરાય રાનાનો......મગધાનું च विपुलभयं जनेतो हत्थी सुगंगीय पाययति । मागधं च राजानं बहसद्दिमितं पादे वंदापयति नंदरागहरतनान पडिहारेहि अंगमागध वसु च नेयाति ॥ ''
અર્થાત્ ખારમા વરસે હજારા ઉત્તરાપથના રાજાઓને ભયભીત કરી મગધવાસીઓને ભયભીત કરતા પેાતાના હાથીને સુગંગીય કહેતાં રાજમહેલ સુધી લઈ ગયા. જ્યાં મગધરાજને કેદ કરી પેાતાના પગમાં નાંખ્યા તથા રાજા નંદના કાળમાં આવેલ કલિંગની જૈનપ્રતિમા તથા ગૃહરત્નાના ભંડાર પ્રતિહારા દ્વારા મેળવી મગધની અખૂટ રાજલક્ષ્મી કલિંગ તરફ્ વાળી, મહારાજા ખારવેલના રાજ્યકાળ માત્ર કલિંગની ગાદી ઉપર ૧૩ વર્ષ ચાલ્યા હતા છતાં તેના ધાર્મિક કાર્યોંની ગણતરી એક અવતારી મહાન્ પુરુષ તરીકે ઇતિહાસને પાને અમર થઇ ગઇ.
મહારાજા મારવેલના સ્વગ વાસ—
મહારાજા ખારવેલના આ જીત ખાદ કલિંગ ગયા પછી સ્વર્ગવાસ થયેા, જેથી પુષ્યમિત્ર નિરકુશ થયા અને તેણે જૈન તથા ખાદ્ધધર્મ ઉપર ફરીથી આક્રમણ કર્યું. પરિણામે પ્રભુ મહાવીરના જીવનકાળથી લગાવી ૪૦૦ વર્ષ સુધીમાં જૈન ધર્માંથી રંગાયેલી ભૂમિ સનાતન ધર્મની અસર નીચે જવા લાગી. હજારા જૈનસાધુએ આ પરિચિત ભૂમિના ત્યાગ કરી ચારે દિશાએ નીકળી પડ્યા. એટલું સારું થયું હતું કે મહારાજા સંપ્રતિના રાજ્યકાળ દરમ્યાનમાં જ મધ્ય, પશ્ચિમ અને દક્ષિણ પ્રદેશેામાં જૈનશ્રમણાના વિહાર ચાલુ થઈ