Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
પ્રકરણું ૬ હું.
વીરનિવણ ૪૭૦ થી ૬૫ સુધીનું સંક્ષિપ્ત ઇતિહાસ,
યુગપ્રધાન પટ્ટાવાળાના આચાર્યો. શ્રી આર્યધર્મસૂરિ... ... વીરનિર્વાણ. ૪૭૦ થી ૪૫ (૨૫ વર્ષ) શ્રી ભદ્રગુમસુરિ ... વીરનિર્વાણ. ૪૫ થી ૫૩૧ (એક વર્ષ) શ્રી ગુપ્તરિ . - વીરનિર્વાણુ. ૫૩૧ થી ૫૭ (૧૬ વર્ષ)
શ્રી વજસ્વામી ... ... વીરનિર્વાણુ. ૫૭ થી ૧૮૪ (૩૭ વર્ષ) ઉપર પ્રમાણે ચાર આચાર્યો વિરનિર્વાણ ૪૭૦ પછીના કાળમાં શ્રી આર્યમંગુસૂરિના નિર્વાણ બાદ ક્રમશઃ યુગપ્રધાનપદે આવ્યા અને વિરનિર્વાણ ૫૮૪ સુધી કાળગણનાને આંક પહોંચે. શ્રી વજીસ્વામીના સમયમાં જાવડશા મારફત શત્રુંજયને તેર ઉદ્ધાર વિ. સં. ૧૦૮ માં થયો.
ત્યારબાદ શ્રી આર્યરક્ષિતસૂરિ વીરનિર્વાણ ૫૮૪ થી ૫૭ અને શ્રી પુષમિત્રસૂરિ વિ. નિ. ૫૯૭ થી ૧૭ યુગપ્રધાનપદે રહા. વીરનિર્વાણ સં. ૬૦૫ માં શાલિવાહન શકની શરૂઆત થઈ. શાલિવાહન સંવતની શરૂઆત થયા બાદ પણ શ્રી પુષ્પમિત્રસૂરિ ૧૨ વર્ષ સુધી યુગપ્રધાનપદે વિદ્યમાન હતા. માળવાની રાજગાદી ઉપર આ કાળ દરમિયાન થએલ રાજવીઓની નોંધ
મહારાજા નભસેન વિરનિર્વાણ ૪૭૦ થી ૫૦૫ (૩૫ વર્ષ), ગર્દભ વંશની ફરીથી સ્થાપના અને અમલ, વિરનિર્વાણ ૫૦૫ થી ૬૦૫ (૧૦૦ વર્ષ) અને ત્યારથી જ (૬૦૫) શાલિવાહન શકની શરૂઆત થઈ.