Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
ગદંભીલ્લોના ૧૫૨ કે ૧૦૦
૪૨૫ હવે આ સંબંધમાં વાચકવર્ગો ઉપરોક્ત ગાથાઓમાંથી સૂક્ષમતાથી નીચેનો અર્થ તારવો પડશે કે–ગાથાને પૂર્વાધ અર્થ આ પ્રમાણે નીકળે છે કે “વિક્રમ રાજ્યામલના સત્તરમા વર્ષે સંવત્સરની ઉત્પત્તિ થઈ.”
આ ગ્રંથના બલમિત્ર-ભાનુમિત્રના પ્રકરણમાં શ્રી કાલકાચાર્યના હસ્તે વીર નિર્વાણ સંવત્ ૪૫૩ માં બલમિત્ર ઊર્ફ વિક્રમાદિત્યને માળવાના એક પ્રાંતની રાજ્યગાદી પ્રાપ્ત થઈ તેનું સ્પષ્ટીકરણ અમો કરી ગયા છીએ. તેવી જ રીતે વીર નિર્વાણ ૪૭૦ માં માલવ સંવત્સરની પ્રવૃત્તિ થયાનું પણ અમો જણાવી ગયા છીએ. એટલે તેમાંથી પણ કાળગણનાને અંગે ૧૭ વર્ષનું આંતરું મળી આવે છે. ( આ પ્રમાણે ઉપરોક્ત ગાથાઓને પૂર્વાર્ધ ભાગને સંબંધ કાળગણના સાથે મળી રહે છે, પરંતુ ભવિતવ્યતાને ચગે માર્ય રાજકાળગણનામાંથી બાવન છૂટી જવાના કારણે શ્રી મેહતુંગાચાર્ય જેવા સમર્થ સંશોધક આચાર્યને પણ આ પ્રમાણે દ્રાવિડી પ્રાણાયામ કરવાની ફરજ પડી એવું અમારું મંતવ્ય છે. ગભીલોના ૧૦૦ વર્ષ સંબંધે શાસ્ત્રોક્ત પ્રમાણે
મસ્ય, બ્રહ્માંડ અને વાયુ પુરાણમાં કુલ સાત ગભીલ રાજાઓ થયાનું લખ્યું છે. “તિલ્યગાલી પઈશ્વય”માં ગર્દભીલોનો રાજ્યકાળ ૧૦૦ વર્ષ પ્રમાણુ બતાવવામાં આવ્યું છે અને અમેએ પણ એ પ્રમાણ માન્ય રાખી ૧૦૦ વર્ષને અમલ રજૂ કર્યો છે.
પુરાણમાં ગર્દભીલ રાજાઓનાં નીચે પ્રમાણે નામે મળી આવે છે - દર્પણ, બલમિત્ર, ભાનુમિત્ર, નભસેન, ભાઈલ, નાઈલ અને નાહડ.
જગતમાં મહાન વિભૂતિઓ પણ કંઈક સમયે ભૂલથાપમાં આવી જાય છે તેના અનેક દાખલાઓ ઈતિહાસના પાને નેંધાએલા મળી આવે છે. શ્રી મેરૂતુંગાચાર્ય જેવા સમર્થ આચાર્યની પણ કાળગણનામાં ભૂલ થઈ તેમાં તેમને દેષ નથી, પરંતુ તેમની નજર સામે રહેલ મૌર્ય વંશને લગતા બાવન વર્ષના આંતરાનું જ એ પરિણામ સમજાય છે. બાકી તેઓ તે પિતાની કાળગણના બરાબર પ્રમાણભૂત રીતે કરી ગયા છે. આ ભૂલ કઈ રીતે થઈ તેને ખુલાસો અમે નીચે મુજબ રજૂ કરીએ છીએ. - શ્રી મેરૂતુંગાચાર્ય ગભીલના ૧૭, વિક્રમાદિત્યના ૬૦, ધર્માદિત્યના ૪૦, ભાઈલના ૧૧, નાઈલના ૧૪, અને નાહડના ૧૦ વર્ષઆ પ્રમાણે ૧૫ર વર્ષ જણાવે છે. વાસ્તવિકતાએ શ્રી મેરૂતુંગાચાયે જણાવેલ વિક્રમાદિત્ય અને ધર્માદિત્ય એ બંને બલમિત્ર અને નભસેનથી ભિન્ન વ્યક્તિઓ નથી, માત્ર નામનો જ ફેરફાર થયો દેખાય છે. ચાલુ કાળગણનામાં બલમિત્રનાં ૬૦ વર્ષ અને નભસેનનાં ૪૦ વર્ષે અમે પણ દર્શાવી ગયા છીએ.
૫૪