Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
પ્રકરણ ૨ જી
ગઈ ભીલ્લાના ૧૫૨ કે ૧૦૦ o
સોય-કાળની ગણત્રીમાં પર વર્ષની થયેલ ભૂલ આપણે ઉપરોક્ત પ્રકરણમાં જોઇ
ગયા. આ બાવન વર્ષને ગઈ ભીલોના શાસનકાળમાં ઉમેરી દઇ એટલે ગઈ ભીલોના ૧૦૦ ના બદલે ૧પર વર્ષ માની લઇ વીર નિર્વાણુથી શક સંવત્સર સુધી ૬૦૫ વર્ષ ને ૫ માસનુ આંતરું દર્શાવી ગયા છીએ, આને અંગે શ્રી મેરુતુગાચાય નીચે પ્રમાણે જણાવે છે:—
“ विक्कमरज्जाणंतरसतरसवासेहिं वच्छरपवित्ती ।
"
सेसं पुण पणतीससयं, विक्कमकालम्मि य पविट्ठे ॥
ઉપરના લેાકની વ્યાખ્યા સંસ્કૃતમાં નીચે પ્રમાણે ઉપલબ્ધ થાય છે:—
सप्तदशवर्षैर्विक्रमराज्यानंतरं वत्सरप्रवृत्तिः । कोऽर्थः १, नभोवाहनराज्यात् १७ वर्षैर्विक्रमादित्यस्य राज्यम् । राज्यानंतरं च तदैव वत्सरप्रवृत्तिः । ततो द्विपंचाशदधिकशत (१५२ ) मध्यात् १७ वर्षेषु गतेषु शेषं पंचत्रिंशदधिकशतं ( १३५ ) विक्रमकाले प्रविष्टम् ॥
ભાવાર્થ:—વિક્રમ રાજાના ૧૭ વર્ષના રાજ્યામલ પછી સંવત્સર ચાલુ થયા. એટલે ૧૫૨ માંથી ૧૭ વર્ષ કાળગણનાને અંગે વ્યતીત થયાં હતાં એટલે શક રાજા અને વિક્રમાદિત્યની વચ્ચે ૧૩૫ વર્ષના ગાળા પડ્યો. (વિક્રમના અંત ૪૭૦+૧૩૫=૬૦૫) આ પ્રમાણે ગભીgના રાજ્યારંભથી તે શક સંવત્સર સુધી ૧૫૨ વર્ષ આવે છે. ગઈ ભીલોના ૧પ૨ વર્ષ સિદ્ધ કરવા અર્થે શ્રી મેરુત્તુ ંગાચાર્યને આ પ્રમાણે દ્રાવિડી પ્રાણાયામ કરવા પડ્યો; કારણ કે કાઈ પણ હિસાબે તેને વીર નિર્વાણુ ૬૦૫ માં શાલિવાહન શકની ઉત્પત્તિ મધબેસતી કરવાની હતી.