Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
ખંડ ૮ મો.
પ્રકરણ ૧ લું
કાળગણનાની ભૂલનું નિરાકરણ
સુજ્ઞ વાચક, અમેએ પ્રાચીન ઈતિહાસને લગતા મહત્વતાભર્યા સાત ખડે રજૂ કર્યા છે, જેમાં વીરનિર્વાણ ૬૦૫ સુધીને ઈતિહાસ ઘણું જ સૂક્ષમતાથી અને પ્રમાણિક રીતે રજૂ કર્યો છે. આ સંકલનામાં પાલકના ૬૦ વર્ષ, નંદ વંશના ૧૫૦, મૈર્ય વંશના ૧૬૦, પુષ્યમિત્રનાં ૩૫, બલમિત્રભાનુમિત્રના ૬૦, નભસેનનાં ૪૦ અને ગર્દભીલ્લાના ૧૦૦ વર્ષ અમેએ રજૂ કર્યા છે.
અમારી નજર સામે અન્ય ગ્રંથમાં પાલકના ૬૦, નંદના ૧૫૫, માયોના ૧૦૮, પુષ્યમિત્રના ૩૦, ગર્દભીલૅના ૧૫૨ અને વિક્રમાદિત્યના સંવતસરની શરૂઆત વીરનિર્વાણ ૪૭૦ના બદલે ૪૮૩ દેખાવાથી અમોએ દર્શાવેલ કાળગણનામાં આ પ્રમાણેનાં વર્ષોને આંતરે કઈ રીતે અને કયાંથી ઉત્પન્ન થયે ને તેમાં કઈ રીતે મતભેદ પડ્યો તે તપાસવાની જરૂરિયાત અમેને જણાવાથી અમેએ ઘણું પુસ્તકોનું અવલોકન કર્યું અને તેના નવનીતરૂપે જે અમારી સમજમાં આવ્યું તેની ટૂંકી રૂપરેખા અહીં દર્શાવામાં આવી છે. નંદવંશના ૧૫૦ના બદલે ૧૫૫ કઈ રીતે થયો?
ઐતિહાસિક ગણતરી પ્રમાણે નંદવંશનો ૧૫૦ વર્ષને રાજ્યામલ પ્રમાણભૂત ઠરે છે, જેમાં ચિરકાલીન પાંચ વર્ષની અશુદ્ધિ નીચે પ્રમાણે થએલ દેખાય છે –