Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co

View full book text
Previous | Next

Page 502
________________ વીરનિર્વાણ ૪૭૦ થી ૬૦૫ સુધીના સંક્ષિપ્ત ઇતિહાસ ४१७ મહારાજા નરવાહનનું વૃત્તાંત આ નરવાહન રાજા અવન્તીના મહારાજા વિક્રમ ઊર્ફે બલમિત્રને પિતરાઈ થતો હતે. ભરુચની રાજ્યસત્તા નીચે તે સમય (૪૫૭) અગાઉ એક મંડલિક રાજા તરીકે તે સારું માન અને સંગીન સૈન્યબળ ધરાવતું હતું. મહારાજા વિક્રમને માળવાની રાજ્ય ગાદી મળ્યા પછીથી માળવાથી દૂર આવેલ ભરુચને વહીવટ સંભાળ કઠિન થઈ પડ્યો; કારણ કે આ કાળે માળવાને અમલ ભારતમાં તેમજ પરદેશ ઉપર સારા પ્રમાણમાં જામેલ હતો. એની તાબા નીચેની પ્રજાની ગણત્રી પ૬ કરોડની હતી એટલે મહારાજા વિક્રમે પિતાના પિતરાઈ નરવાહનને ભરુચની ગાદી સુપ્રત કરી તેને માળવાને ખંડિયા રાજા બનાવ્યો અને પોતે માળવામાં જ રહી રાજ્યવ્યવસ્થા ચલાવવાનું શરૂ કર્યું. કર્મવશાત્ પ્રતાપી મહારાજા વિક્રમ ઉર્ફે બલમિત્ર આ પ્રદેશ ઉપર પિતાનો અમલ લાંબા કાળ સુધી ચલાવી શક્યા નહિ અને વીરનિર્વાણ ૪૭૦માં તેઓને સ્વર્ગવાસ થયો. જગતની કહેવત પ્રમાણે હમેશાં “દીપક પાછળ અંધારું હોય છે તે જ પ્રમાણે આ સમયે પણ બન્યું અને માળવાની રાજગાદી મહારાજા વિક્રમના પિતરાઈ નરવાહનના હાથમાં ગઈ. તેણે માળવાની ગાદી ઉપર નભસેન નામ ધારણ કરી ૩૫ વર્ષ સુધી રાજ્યામલ ચલાવ્યો. મહારાજા વિક્રમે ન્યાયી, ધમી અને દાનવીર રાજા તરીકે જે પ્રજાપ્રેમ સંપાદન કર્યો હતો તેનાં મીઠાં ફળ ચાખવાનો અવસર મહારાજા નભસેનને મળે. મહારાજા વિક્રમનો સ્વર્ગવાસ થતાં જ માળવાની પ્રજાએ તેના પિતરાઈ નભસેનને માલવપતિ તરીકે મંજૂર રાખ્યો અને તેણે ૩૫ વર્ષ સુધી કઈ પણ જાતના કલહ કે અંતરાય સિવાય સંતોષપૂર્વક રાજ્ય કર્યું. | નભસેનના અમલને અંત આવતાં રાજકાળગણનાની શૃંખલાનો છઠ્ઠો આંક પૂરો થયો કે જે સમયે વીરનિર્વાણુનું ૫૦૫ મું વર્ષ પૂરું થયું હતું. આ જ વર્ષે ગર્દભીલના વંશજોએ ફરીથી માળવાની રાજ્યગાદી હસ્તગત કરી. વી.નિ. ૫૦૫ થી ૬૦૫ સુધી ગર્દભીલ વંશને માળવા પર પુનઃ અમલ મહારાજા નભસેનના રાજ્યામલ દરમિયાન ગર્દભીલ રાજાના વંશજો માળવામાં વસતા હતા. તેઓએ ફરીથી આ કાળે રાજ્યગાદી હસ્તગત કરી, અને ગર્દભીલ વંશ અમલ ચાલુ કર્યો. જૈન ગ્રંથકાર કાળગણનાને અંગે આ પ્રમાણે રાજ્યપરિવર્તનની સ્થિતિ જણાવે છે. ક્યા સંજોગોમાં આ રાજ્યગાદી ઉપર પરિવર્તન થયું તેની અમોને સંશોધન કરવા છતાં પણ સંપૂર્ણ માહિતી મળી શકી નથી, એટલે આ પ્રમાણે કાળગણનાને આધારે જ અમેએ ઈતિહાસમાં ઉપરોક્ત બીના સંકલિત કરી છે. પી

Loading...

Page Navigation
1 ... 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548