Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
ક
સમ્રાટ્ સંપ્રતિ
આ
માળવાની ગાદી ઉપર ગઈ ભીલૢ વંશની રાજ્યસત્તા ૧૦૦ વર્ષ એટલે વીનિવાણુ ૫૦૧ થી ૬૦૫ સુધી રહી. જે દરમ્યાનમાં માળવામાં રાજ્ય-પરિવર્તનને અંગે કાંઇ મહત્ત્વતાદક નોંધ મળી શકતી નથી.
શક સંવત્સરની શરૂઆત ( વીરનિર્વાણુ ૬૦૫)—
પૂર્વે વીરનિર્વાણુ ૪૫૩ થી ૪૫૭ સુધી ભારતમાં રાજ્ય કરી ગએલ શક શહેનશાહે એ હિંદમાં જ રહી ભારતવર્ષની નીતિ, સભ્યતા અને વ્યવહારનું સપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કર્યું, અને ધીમે ધીમે ભારતની પ્રજાથી હળમળીને તેઓ રાજ્ય કરી શકે તેવું બળ કેળવ્યું.
આ સમયે સિન્ધુ નદીની પેલી બાજુના પ્રદેશેા ઉપર શકવશના શાલિવાહન નામે રાજા રાજ્ય કરતા હતા. તેણે તેના પૂર્વજો સાથે હળીમળીને સિન્ધુ નદી ઓળંગી, કાઠયાવાડના માર્ગે ફરીથી માળવા ઉપર ચઢાઇ કરી. આ આક્રમણુ માળવાની ખલાઢ્ય સેનાથી પણુ રાકી શકાયું નહિ. પિરણામે આ વર્ષે ગઈ ભીલ વંશની સત્તાના અંત આવ્યેા; અને માળવાની ગાદી ઉપર મહારાજા શાલિવાહને શકવંશની સ્થાપના કરી, તેમજ સ`પૂર્ણ અધિકાર હસ્તગત કરી રાજ્યવહીવટ સભાળી લીધેા.
આ મહત્ત્વતાભર્યો વિજયના અંગે તેઓએ શાલિવાહન નામના શકની (૬૦૫ માં ) શરૂઆત કરી કે જે શક વર્તમાન કાળે પણ ભારતમાં ચાલુ છે. આ શકની શરૂઆત ચૈત્ર સુદિ ૧ ના દિનથી થાય છે.
ઉજ્જૈનની રાજ્યગાદી ઉપર શાલિવાહનના રાજ્યામલને અંગે ઇતિહાસકાર વીન્સન્ટ એ, સ્મીથ પેતાના · અલિ હીસ્ટરી ઓફ ઇન્ડિયા ’માં જણાવે છે કે “ શક કાળની શરૂઆત ઈ. સ. પૂર્વે ૭૮ માં થઈ હતી. કે જેના સ્થાપક શાલિવાહન નામે રાજા હતા. ભૂમક્ષ રાહત નામના રાજાએ આ પૂર્વે શક વંશની સ્થાપના કરી હતી.
જગતભરના જંજાળી સ’બધા સાથે જૈન મુનિવરેશને સબંધ ન હેાવાથી મુનિ મહારાજાએએ તેની નોંધ જૈનગ્રંથામાં લીધી નથી જેથી કરી વર્તમાન ઇતિહાસકારા ઐતિહાસિક સ્વરૂપમાં તેની નોંધ, તેમના કુટુંબપરવાર અને રાજ્યવહીવટ વિગેરે માગે છે તે જણાવવા જૈન ગ્રંથા અશક્ત છે, છતાં આ મહાન્ રાજાએનાં વર્ષોંના તેઓએ પ્રાસ ંગિક કર્યા છે. “ નિશિથ ચૂણી ” અને શ્રી અભયદેવસૂરિજી મહારાજનાં ઐતિહાસિક લખાણા તથા અન્ય ગ્રંથામાંથી તેવા સક્ષિસ ઉતારાઓ લઇ અમેએ અહીં સુધીના ઇતિહાસ રજૂ કર્યાં છે.
પ્રાચીન કાળમાં સમર્થ મહાન વિભૂતિઓનાં ચિરતાનુવાદો અને કથાએ ઇતિહાસ તરીકે જ જ્ઞાની આત્માઓનાં મુખની વાણીને સત્ય માની પ્રમાણભૂત ગણાતા અને તે જ પ્રમાણે જૈન અને સનાતન ગ્રંથાએ પેાતાના પૂર્વાચાર્યાના સમકાળે થએલ રાજા, મહારાજાઓની નાંધા લીધી છે ને તે પ્રમાણભૂત મનાય છે.