Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
૦૯૨
સમ્રા સંપ્રતિ પ્રભુ મહાવીરના નિર્વાણ પછી સો વર્ષે ઓરીસામાં જૈનધર્મ દાખલ થયે હતું અને પછી તે . રાષ્ટ્રધર્મ બન્યા હતા તેમ સૂચવે છે. તેવી જ રીતે આ ગુફાના આગળના ભાગ ઉપર
ઐતિહાસિક કોતરકામ છે કે જે ઈ. સ. પૂર્વે બીજા સકાની નેંધ ઉપર રોશની ફેંકે છે. પુષ્યમિત્રે મર્યવંશની ગાદી પચાવી રાજ્ય કરવા માંડ્યું તે સમયે દક્ષિણ હિંદના આંધ લેકેએ ઉત્તર તરફ ધસી જઈ માળવા સુધીના પ્રદેશ સર કર્યા હતા, તેમ જ કલિંગના વિજયની નેંધ આ ગુફાના શિખર ઉપર જોવામાં આવે છે. તેવી જ રીતે સ્વર્ગ પુરીગુફા ઉપરનો શિલાલેખ કે જે મહારાજા ખારવેલની પટરાણીએ કેતરાવ્યું હતું તેમાં શ્રમણે માટે એક મંદિર અને ગુફાઓ બંધાવ્યાને ઉલેખ છે. ગુફાઓની માહિતી
હાથીગુફાના શિલાલેખની વિગતમાં ઉતરતાં પૂર્વે તેની આસપાસનાં ખંડિયેરો શું માહિતી પૂરી પાડે છે તે પણ તપાસીએ. “જલા ગેઝેટીયર માં જણાવ્યા અનુસાર માર્ય સમ્રા અશોકના સમયમાં જૈન સાધુઓ અહીં વસ્યા હતા એ ચોક્કસ છે. કારણ ઉદયગિરિ અને ખંડગિરિની રેતીયા પથરની ટેકરીઓ, અનેક વિશ્રામસ્થાનરૂપ ગુફાઓથી ઘેરાએલી છે કે જે ઘણીખરી મૌર્ય સમયની બ્રાહ્મી લિપિના શિલાલેખો ધરાવે છે. તે બધી જેના ધાર્મિક ઉપયોગ માટે બંધાયેલી જણાય છે, કારણકે અનેક સિકાઓ સુધી જેન સાધુઓએ તેને ઉપયોગ કર્યો છે. ઓરીસાની કલાવિધાન પ્રગતિમાં જૈન અને બૌદ્ધોના અંગે આ ગુફાઓ ખાસ ધ્યાન ખેંચે છે. ખંડગિરિની કેટલીક ગુફાઓ “રાણીગુફા” અને
અનંતગુફા ની માફક બદ્ધ-વૃક્ષ, બોદ્ધ ત્રિશૂળ, સ્તૂપ અને લાક્ષણિક સ્વસ્તિક આદિ નિશાનીઓ માટે પ્રસિદ્ધ છે.
ખંડગિરિની ગુફામાં (૧) સન્દર અથવા સબમ્ર (૨) નવમુનિ અને (૩) અનંત એ ત્રણ અગત્યની ગુફાઓ છે. તેમાં પ્રથમની બે ગુફાઓ ઉપર સ્પષ્ટ રીતે જેના ચિહ્નો છે, જ્યારે છેલ્લી ઉપર બદ્ધધર્મનાં ચિહ્યો છે. આ ગુફાઓની પાછલી ભીંત ઉપર સ્વસ્તિક અને ત્રિશળ ચીતરેલાં છે. પહેલીમાં સ્વસ્તિકની નીચે એક નાની ઊભી ખંડિત પ્રતિમા છે કે જે જી લા ગેઝેટીયરની નોંધ પ્રમાણે ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથને મળતી આવે છે. તે ગુફાની હદ ટેકરીના ઉત્તર તરફના ભાગથી સરખી કરી લેવામાં આવી છે, જેમાં જૈન સાધુઓ તથા તીર્થકરોની પ્રતિમાઓ છે. તે ઉપરાંત કોતરકામની દરેક કમાન નાગની બે ફેણની વચમાં આવે છે કે જે ફણાનું ચિહ્ન શ્રી પાર્શ્વનાથના લાંછન તરીકે ગણાય છે. ગુફાની બાજુની ભીંતો તેમજ કમાન વચ્ચેની જગ્યા પોતાના હાથમાં અર્થ લઈ જતા વિદ્યાધરોથી પૂરાઈ છે. સત્વર ને નવમુનિની ગુફ
સત્વરની ગુફા દક્ષિણ બાજુના અંદરના ખંડમાં બેઠવેલી છે જેમાં લાંછન સહિત