Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
મહામેધવાહન કલિંગપતિ ખારવેલ માર્ગ ભુવનેશ્વરથી પણ અલગ છે. ત્યાં અનેક જાતિઓને હાલમાં વસવાટ છે કે જેનું સ્થાન હલકી જાતિઓમાં પણ ઉતરતું છે. જેને પ્રાચીન શાસ્ત્રીય ગ્રંથમાં “અંગ” અને “ઉપાંગના નામે તે જાતિઓનું વર્ણન મળે છે. તેઓની ભાષા જંગલી, મ્લેચ્છ જેવી જણાય છે. નીલગિરિ પર્વતની ગુફા–
તેવી જ રીતે આ પ્રદેશમાં નીલગિરિ નામે એક પર્વત પણ આવે છે કે જે પર્વત પણ સારી જેવી ઐતિહાસિક માહિતી પૂરી પાડે છે. ઉદયગિરિમાં ૪૪, અંડગિરિમાં ૧૯ અને નીલગિરિમાં ૩ મળી કુલ ૬૬ ગુફાઓ આ ગિરિમાળામાં આવેલી છે. આ ગુફાઓ પ્રાચીન સુંદર કોતરકામના લીધે પૂર્વ હિંદમાં ઈતિહાસવેત્તાઓનું ખાસ ધ્યાન ખેંચે છે. પ્રાચીન કાળમાં બૌદ્ધ અને જૈન સાધુઓ આ ગુફાઓમાં રહેતા હતા. કળાવિધાનની દષ્ટિએ પણ આ ગુફાઓ અતિસુંદર અને મનહર છે. આ ગુફાઓ ઈ. સ. પૂર્વે બીજા અને ત્રીજા સેકામાં કેતરાએલી જણાય છે, જેમાંના પ્રાચીન શિલાલેખોનો ઘણે ભાગ મહારાજા ખારવેલ અને તેની ધર્મપત્નીના અંગે કોતરાએલા દેખાય છે. મહારાજા ખારવેલને સંબંધ મોર્યવંશના પતન પછી રાજ્યગાદી ઉપર આવનાર મહારાજા પુષ્યમિત્રની સાથે સંકળાએલો છે.
મહારાજા ખારવેલના રાજ્યામલ દરમ્યાન કલિંગ રાજ્ય સંપૂર્ણ સ્વતંત્ર બન્યું હતું, કારણ કે મગધની અંધાધુંધીને તેણે લાભ લીધું હતું અને પુષ્યમિત્રના અમલ દરમિયાન બે વાર મગધ પર ચઢાઈ કરી તેને પરાજિત કર્યો હતો.
આ મહારાજા ખારવેલ કલિંગની ગાદી ઉપર ઈ. સ. પૂર્વે લગભગ ૧૬૫ માં આવ્યો હતું. બાદ તેણે માત્ર ૧૩ વર્ષ સુધી રાજ્યગાદી ભેગવ્યાને ઈતિહાસ મળી આવે છે. આ સમયની તેની કારકીદી મુખ્યત્વે કરીને હાથી ગુફાના સત્તર શિલાલેખોદ્વારા સુંદર રીતે સમજવા મળે છે. આ શિલાલેખો પ્રાચીન મૂર્તિપૂજાના ઈતિહાસને પ્રમાણભૂત કરાવવા વર્તમાનકાળે એક અગત્યનું સાધન છે. તેના શિલાલેખેને સારાંશ બહુધાએ ધાર્મિક તોથી ભરપૂર છે. ઉપરોક્ત શિલાલેખેને ઉતારે શ્રીમાન પંડિત સુખલાલજીએ પ્રાકૃત મૂળ પાઠો સાથે લીધેલો છે, જેને અમે આ પ્રકરણના અંતમાં રજૂ કરીએ છીએ. આ શિલાલેખોના વાંચનથી ઈતિહાસ પ્રેમી જનતાને તેમજ પ્રાચીન કાળમાં ભારતમાં મૂર્તિપૂજા હતી કે નહિ એવી શંકા ધરાવનાર વ્યક્તિને મૂર્તિપૂજાની સચોટ ખાત્રી થાય એમ ધારીને અમો આ શિલાલેખના મૂળ પાઠો પ્રગટ કરવાનું ઉચિત ધારીએ છીએ. આ ઐતિહાસિક ગ્રંથની રચના પણ અમેએ મૂર્તિપૂજાની પ્રમાણિકતાના અંગે જ કરી છે. આ શિલાલેખ પણ અમારી માન્યતાને પુષ્ટ બનાવે છે. હાથીગુફાના શિલાલેખની સમજ–
હાથીગુફાવાળે શિલાલેખ એ અન્ય શિલાલેખમાં પહેલે અને સૌથી મોટો છે કે જે જેનપદ્ધતિ અનુસાર “માંગલિક” ચિહ્નથી શરૂ થાય છે. આ શિલાલેખ અંતિમ તીર્થકર