Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
વિરનિવણ ૪૦૫ થી ૪૭૦ સુધી સંક્ષિપ્ત ઇતિહાસ બાદ શ્રી આર્યમંગુ નામે આચાર્યની યુગપ્રધાનપદે સ્થાપના થઈ, જેઓએ ૨૦ વર્ષ સુધી આ પદ ભગવ્યું. અહીં વિરનિર્વાણ ૪૭૦ સુધીને કાળ થયું. આ વર્ષમાં (૭૦ માં) માળવાની રાજ્યગાદી ઉપર મહારાજા વિક્રમ ઉર્ફે બલમિત્રના સંવત્સરની શરૂઆત થઈ, એટલે રાજકાળગણનાને આંક રાજ્યસત્તાના પરિવર્તનને લઈ બદલાય.
રત્નસંચય ગ્રંથ શું કહે છે?
આ પરિવર્તનમાં નિમિત્તવેત્તા શ્રી કાલકાચાર્ય (બીજા) નામે એક સમર્થ આચાર્ય વીરનિર્વાણ ૪૫૫ માં પ્રસિદ્ધિને પામ્યા જેના અંગે ઇતિહાસનું પરિવર્તન થયું. વરનિર્વાણ ૪૫૩ માં થએલ બીજા કાલકાચાર્યના અંગે એક જ જાતના નામને અંગે જે ગેટાળો થયે છે તે સંબંધમાં “રત્નસંચય” નામના પ્રાચીન ગ્રંથમાં તેના અંગે નીચે પ્રમાણેની ગાથાઓ રજૂ કરી સ્પષ્ટીકરણ કરી ગ્રંથકાર આચાર્યદેવે બતાવી આપ્યું છે કે વીરનિર્વાણ ૩૩૫-૪૫૩–૭૨૦ અને ૯૯૩ માં થએલ કાલકાચાર્યો એ ભિન્ન ભિન્ન વ્યક્તિઓ હતી, કે જેમના અંગે તેમના સમયનો ઈતિહાસ દેરતાં સમકાલિન ગ્રંથકર્તા આચાર્યોએ અલગ અલગ ધ લીધી છે.
" सिरिवीराओ गएसु, पणतिसहिएसु तिसय वरिसेसु । पढमो कालगसुरी, जाओ सामजना मुत्ति
| | પs / चउसयति पनवरिसे, कालगगुरुणा सरस्सरी गहिओ । चउसयसत्तरि वरिसे, वीराओ विक्कमो जाओ ॥५६ ॥ पंचेव य वरिससए, सिद्धसेणो दिवायरो जाओ। सत्तसयवीस अहिए, कालिगगुरु सक्कसंधुणिओ ॥५७ ॥ नवसयतेण उएहिं, समइक्कतेहिं बद्धमाणओ। पजोसवण चउत्थी, कालिकसुरी हिंतो ठविआ ॥५८ ।।
रत्नसंचय प्रकरण पत्र ३२ નિમિત્તવેત્તા શ્રી કાલકાચાર્યના અંગે જૈન જગતને ભિન્ન ભિન્ન મતભેદ સમજાયા છે છતાં કાળગણનાને અંગે તેને નિશ્ચય કરવા સમર્થ સૂરીશ્વરોએ જોઈએ તેટલે ભગીરથ પ્રયત્ન કરવા ઉત્સાહ દર્શાવે નહિ ત્યારે જૈન સાહિત્યના શોખીન અને પ્રાચીન સંશોધનમાં અગ્રસ્થાન ભોગવતા અમેરિકાના વિજ્ઞાનશાસ્ત્રીઓને તેમાં સંશોધનની જરૂરિયાત જણાઈ અને અમેરિકાએ શ્રી કાલકાચાર્યના સંશોધનને અંગે જ ખાસ
પા