Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
વિરનિર્વાણ ૪૦૫ થી ૪૦૦ સુધીનો સંક્ષિપ્ત ઇતિહાસ
४०३ રાજ્યપુત્ર કાલક ૫૦૦ સેવક સાથે લઈ વનમાં ઘોડાં ફેરવવાને ગયો. ઘોડાઓને ખુબ ખેલાવી જેયા અને તેને પરિશ્રમથી થાક લાગ્યો. આ થાક ઓછો કરવા તે આમ્રવૃક્ષની છાયા નીચે બેસી ગયો.
જે અરશ્યમાં રાજકુમાર અશ્વપરીક્ષા કરી થાકી આરામ લેતે હતો તેની નજદિકમાં શ્રી ગુણકરસૂરિ નામે એક આચાર્ય અનેક સાધુગણ સહિત બિરાજેલા હતા.
દૂર દૂર બેઠાં આચાર્યના વ્યાખ્યાનને મધુર ધ્વનિ કાલકકુમારને કોચર થયો. તેણે ઊઠીને આચાર્ય સમીપે જઈ તેમને વંદન કરી તેમને ઉપદેશ શ્રવણ કર્યો. આચાર્યો આગંતુક રાજ્યપુત્રને ઉદ્દેશી લક્ષ્મી, રાજ્યવૈભવ, શરીર વિગેરેની અનિત્યતાને ઉપદેશ કર્યો. વળી સાધુના વાસ્તવિક સુખ અને પંચ મહાવ્રતનું સ્વરૂપ સમજાવ્યું, જેની અસર પૂર્વસંકારિક ગબળે રાજ્યપુત્ર ઉપર સચોટ થઈ.
આચાર્યશ્રીનો ઉપદેશ શ્રવણ કરી કાલકકુમારે કહ્યું કે “હે ભગવંત, આપના ઉપદેશથી મને વૈરાગ્ય થયો છે. હું માતાપિતાની આજ્ઞા લઈ પાછા નહિ આવું ત્યાં સુધી આપ અહી બિરાજશે એવી મારી વિનંતિ છે.”
કાલકકુમારે ઘેર જઈ માતાપતાને પોતાની દીક્ષા લેવાની ઈચ્છા જણાવી. પિતાના પુત્રમાં સંપૂર્ણ વૈરાગ્યવૃત્તિ જોઈ રાજા વૃજસિંહે મોટા ઉત્સવપૂર્વક પિતાના પુત્રને દીક્ષા અપાવી. પિતાના ભાઈને ઉત્કૃષ્ટ વૈરાગ્ય જેમાં તેની બેન સરસ્વતીએ પણ દીક્ષા લીધી.
માતાપિતાએ કાલકકુમારને તેની બેનના રક્ષણનો ભાર પૂરેપૂરે સુપ્રત કર્યો અને સાધ્વી સરસ્વતી કાલકાચાર્યના રક્ષણ નીચે રહી. નવદીક્ષિત સાધુનું નામ કાલકકુમાર આચાર્યશ્રીએ કાયમ રાખ્યું હતું. આ કાલકકુમાર વ્યાકરણ, ન્યાય, સાહિત્ય, અલંકાર, છંદ,
જ્યોતિષ અને મંત્ર, તંત્ર વિદ્યામાં સારા નિપુણ બન્યા, યેગ્ય જ્ઞાનપ્રાપ્તિ થયા બાદ ગુરુએ તેમની આચાર્યપદે સ્થાપના કરી અને ત્યારબાદ તેઓ કાલકાચાર્ય તરીકે પ્રસિદ્ધિને પામ્યા. સરસ્વતી સાધ્વીનું અપહરણ–
અનેક સાધુએથી પરિવૃત્ત થએલા કાલકાચાર્ય એકદા ઉજજેનની બહાર ઉદ્યાનમાં આવી રહ્યા. આ સમયે બીજી અનેક સાધ્વીઓ સાથે સરસ્વતી સાધ્વી ઉજજૈન શહેરમાં આવી શહેરના ઉપાશ્રયમાં ઉતરી હતી. તે રોજ બહારના ઉદ્યાનમાં આચાર્યશ્રીનું વ્યાખ્યાન સાંભળવા જતી હતી.
આ સમયે વિષયાંધ ગભીલ પિતાને સ્વર્ગવાસ થવાથી માલવપતિ તરીકે રાજ્યગાદી પર બિરાજમાન થએલું હતું. આ અત્યાચારી રાજાની નજરે એક વખત સ્વરૂપવંતી બાળબ્રહ્મચારિણી સાધ્વી સરસ્વતી પડી. એને જોતાં જ તે તેના પ્રત્યે રાગી