Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
४०४
સમ્રાટું સંપ્રતિ. બ, અને કોઈ પણ જાતના વિચાર વિના પિતાના સેવકો દ્વારા તેને ઉપાડી લાવીને અંત:પુરમાં લઈ ગયે. તે સમયે સરસ્વતીએ કારમી ચીસ પાડી અને રૂદન શરૂ કર્યું. તેની સાથેની બીજી સાધ્વીઓ એકદમ કાલકાચાર્યની પાસે ગઈ અને સરસ્વતી ઉપર આવી પડેલ ભયંકર સંકટનું તેમને નિવેદન કર્યું
આ હકીકત શ્રવણ કરતાં જ કાલકાચાર્યને ગુસ્સ ઉત્પન્ન થયે અને રાજ્યદરબારે ગયા. ત્યાં જઈ શાંત ચિત્તથી રાજાને ખૂબ સમજાવ્યું છતાં તે ડગે નહિ. એટલે કાલકાચાર્ય ઉપાશ્રયે આવી સંઘને એકત્રિત કરી સવિસ્તર હકીકત જણાવી.
સંધ ઘણું જેટલું લઈ રાજા પાસે ગયો અને વિનયપૂર્વક સાધ્વીને છોડી દેવા રાજાને વિનવ્ય, છતાં સંઘનું વચન પણ રાજાએ માન્ય ન રાખ્યું. આથી કાલકાચાર્યના રોમેરોમે કેધ વ્યાખ્યા અને તેમણે સંઘસમક્ષ પ્રતિજ્ઞા કરી કે “ ગઈલીલ રાજાને રાજ્ય ઉપરથી ઉખેડી ન નાંખું તે હું કાલકાચાર્ય નહિ.
કાલકાચાર્ય એક ત્યાગી, સંસારથી વિરક્ત સાધુ હતા છતાં એક દુષ્ટ રાજાને એને પાપને બદલે આપવા તેઓ મેદાને પડ્યા. તેમને ઉદ્દેશ પ્રજા પર અત્યાચાર દૂર કરાવવાને હતે. લીધેલ પ્રતિજ્ઞાના પાલન અથે તેઓએ એક ભ્રમિત સાધુની માફક અનેક જાતના બકવાદ કરતા ગામમાં ફરવું શરૂ કર્યું. આ હકીકત રાજાના કાને પહોંચી, છતાં નિર્દય રાજાના હૃદયમાં દયાના અંકુર ઉત્પન્ન ન થયાં.
આખરે કાલકાચાર્યને પિતાની પ્રતિજ્ઞાના પાલન અર્થે દેશ છોડવો જ પડ્યો. અને તેમણે પિતાના ગચ્છનો ભાર એક “ગીતાર્થને સેં. બાદ પોતે ઉજજેનની બળવાન રાજ્યસત્તા સામે લડી શકે એવા બળવાન રાજવીની શોધમાં નીકળ્યા.
આ કાળે ભેગુકચ્છ કહેતાં ભરુચની ગાદી ઉપર તેમના ભાણેજ બળમિત્ર અને ભાનુમિત્રનું રાજ હતું. તેઓ ભરુચની રાજ્યગાદી ઉપર ૪૭ વર્ષથી રાજ્ય કરી રહ્યા હતા. સૂરીશ્વરે અહીં આવી પોતાની બેન સાધ્વી સરસ્વતીની સવિસ્તર હકીકત કહી અને તેની રક્ષા અથે મદદની માગણી કરી, પરંતુ ઉજજેનના બળવાન રાજ્ય સામે માથું ઉંચકવાનું સાહસ ખેડવા આ રાજવીઓએ આનાકાની કરી, એટલે અંતે કાલકાચાયે સમુદ્રમા બળવાન સત્તાની શોધમાં પરદેશગમન કર્યું અને પોતે સિધુ નદીના તીરે પાશ્વકુળ નામના દેશમાં ગયા કે જે દેશના બધા રાજાઓ “સાખીના નામથી પ્રસિદ્ધ હતા. પ્રાકૃતમાં આ રાજાઓને સગકુલ” તરીકે ઓળખાવ્યા છે જ્યારે સંસ્કૃતમાં “સાખી” તરીકે જ ઓળખાવ્યા છે.
સાખી અથવા શાહી એ નામ હિંદુ અથવા પાશ્ચાત્ય ઈતિહાસકારે કયાંય આપ્યું હોય એમ દેખાતું નથી, પરંતુ “શક” નામનો ઉલ્લેખ સર્વત્ર દેખાય છે. મનુસ્મૃતિ'માં પણ “શક” રાજાઓને ઉલ્લેખ નીચે પ્રમાણે આપે છે. પિક, આડે, કવિડ, કંબોજ,