Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
મહામેધવાહન લિંગપતિ ખારવેલ
૩૭ તીર્થકરેની આકૃતિઓ છે. જ્યારે નવમુનિ યા નવસંતની ગુફા એક સળંગ પડસાળવાળી પરંતુ બે ખંડની એક સાદી ગુફા છે. એક ફૂટ ઊંચી સાદા કોતરકામવાળી, શાસનદેવી સહિત દસ તીર્થકરોની પ્રતિમાઓ તેમાં છે. આ પ્રતિમાઓ પૈકી પાર્શ્વનાથની પ્રતિમાઓ નાગફણાને લઈ તુરત જ ઓળખી શકાય છે. શ્રી પાર્શ્વનાથની પ્રતિમાં વધારે પૂજનિક મનાય છે. અને તેથી અહીં પણ પાર્શ્વનાથની બે પ્રતિમાઓ કેતરાએલી દેખાય છે.
આ ઉપરાંત આ ગુફામાં બે પ્રખ્યાત શિલાલેખો છે. તેમાં એક પ્રખ્યાત ઉદ્યોકેસરીદેવના પ્રગતિમાન અને વિજયી રાજકાળના અઢારમા વર્ષને છે. બંને શિલાલેખમાં નીચેને ઉલેખ દષ્ટિગોચર થાય છે –“આર્ય સંઘના ગૃહકુળના દેશીગણ શાખાના આચાર્ય કુલચંદ્રના શિષ્ય શુભચંદ્રનું નામ ધરાવે છે. ” આ બને શિલાલેખ એક જ તારીખના કેતરાએલા સમજાય છે કે જે ઈ. સ. ના દસમાં સકામાં હોવાને સંભવ છે. બારભુજી ગુફા–
આ ગુફાની પેલી બાજુ “બારભુજી અર્થાત બાર હાથવાળી” ગુફા આવે છે. તેમાં પડસાળની ડાબી બાજુ ઉપર બાર હાથવાળી એક સ્ત્રીની પ્રતિકૃતિ છે. આમાં પણ શાસનદેવી સહિત પદ્માસને બેઠેલ તીર્થકરની પ્રતિમાઓ છે. તેની પાછલી ભીંત ઉપર સાત ફણાવાળા પાર્શ્વનાથની ઊભી પ્રતિમા છે. તેવી જ રીતે લાંછનવાળી તીર્થકરોની દરેક પ્રતિમાઓ સરખી રીતે આઠથી સાડાનવ ઇંચની છે જ્યારે પાર્શ્વનાથની પ્રતિમા સાડીએકત્રીસ ઇંચની છે કે જે સુંદર અને દર્શનીય છે. ત્રિશૂળ ગુફા
દક્ષિણમાં “ત્રિશુળ” નામે ગુફા છે, જેની અંદરના ભાગની બેઠકો ખાસ ધ્યાન ખેંચે તેવી છે કે જેની ઉપર સાતફણા પાર્શ્વનાથ અને મહાવીર આદિ ચોવીસ તીર્થકરોની હારમાળા આવેલી છે. આ હારમાળામાં પણ શ્રી પાર્શ્વનાથને પ્રભુ મહાવીરની પાછળની ભીંતમાં મધ્યમાં બેસાડી તેમને ખાસ મહત્ત્વતા અપાઈ છે. તેવી જ રીતે પંદરમાં તીર્થ. કરની પ્રતિમા નીચેનો ભાગ પગથી ઉપર કરેલી બેઠકથી ઢંકાઈ ગયેલ છે કે જે બેઠક ઉપર આદિનાથની કોતરેલી ત્રણ સુંદર પ્રતિમાઓ છે. આ હારમાળાની પ્રતિમાઓની રચના બાજુની ગુફાઓ કરતાં વધુ સૂકમ દેખાય છે. નવમુનિ ગુફાની લગભગ તારીખનો લેખ લાલ-ડુ-કેસરીની ગુફા યા સિંહદ્વાર પર તેમજ ઉત-કેસરીની ગુફા પરના લેખોની તારીખ સાથે મળતો આવે છે. જીલ્લા ગેઝેટીયરના જણાવવા મુજબ નૃપતિ લાલ-તેડુ-કેસરી પરથી તેનું તેવું નામાભિધાન થયેલ છે. તે બે માળની ગુફા છે. તેના પહેલા માળના ઓરડામાં તીર્થકરની પ્રતિમાઓ કોતરાએલી છે, જેમાં શ્રી પાર્શ્વનાથની મુખ્ય છે. ગુફાના તળીયાંથી ૩૦ થી ૪૦ ફુટ ઊંચે તેની પાછળની ભીંતે પ્રતિમાઓની હારમાળાઓ કોતરાએલી છે.
૫૦