Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
મહામેધવાહન લિંગપતિ ખારવેલ
૩૮૯ આ પણ આદિ ત્રણ જેટલી નિગ્રંથ સાધ્વીઓ પણ આ સભામાં એકત્ર થઈ હતી. - ભીખુરાય, સવંદ, ચૂર્ણક, સેલક આદિ સાત શ્રમપાસક અને ભીખુરાયની શ્રી પૂર્ણમિત્રા આદિ સાતસે શ્રાવિકાઓ પણ આ સભામાં હાજર રહી હતી.
પુત્ર, પિત્ર અને રાણુઓના પરિવારથી સુશોભિત એવા ભીખુરાયે નિર્થ અને નિર્ચથીઓને નમસ્કાર કરીને કહ્યું કે “હે મહાનુભાવો! આપ હવે શ્રી વર્ધમાન તીર્થંકરપ્રરૂપિત જૈનધર્મની ઉન્નતિ અને વિસ્તાર કરવા અર્થે સર્વે શક્તિઓને ઉદ્યમવંત કરે અને આપ સર્વે ઉદ્યમવંત બને.”
ભીખુરાયના ઉપરોક્ત પ્રસ્તાવ ઉપર સર્વે નિર્ગથ અને નિર્ગથિયુંઓએ પિતાની સંમતિ દર્શાવી. બાદ ભીખુરાયથી પૂજિત, સંસ્કૃત અને સન્માનિત નિર્ગથ અને નિર્ગથિણીએ મગધ, મથુરા, બંગ આદિ દેશમાં તીર્થંકરપ્રણીત જૈન ધર્મની ઉન્નતિ અર્થે ત્યાંથી વિહાર કરી ગયા.
ત્યારબાદ ભીખુરાયે કુમારગિરિ અને કુમારીગિરિ નામના પર્વત ઉપર સુશોભિત અનેક ગુફાઓ કોતરાવી. જિનકલ્પની તુલના કરવાવાળા નિગ્રંથ વર્ષાઋતુમાં આ ગુફાઓમાં રહેતા હતા, તેમ જ વિકલ્પી નિર્ગથે પણ આ પર્વતની ગુફામાં રહેતા હતા.
આ પ્રમાણે નિથાના અંગે ભીખુરાયે વિભિન્ન વ્યવસ્થા કરી હતી. ઉપરોક્ત સર્વે જાતની વ્યવસ્થાથી કૃતાર્થ થએલ ભીખુરાયે બલિરૂહ, ઉમાસ્વાતી, શ્યામાચાર્ય આદિ વિને નમસ્કાર કરી જેન આગમોના મુગટતુલ્ય “દૃષ્ટિવાદ અંગ”ના સંગ્રહના અર્થે પ્રાર્થના કરી.
ભીખુરાયની પ્રેરણાથી ઉપરોક્ત આચાર્યોએ અવશિષ્ટ પ્રષ્ટિવાદ અંગને શ્રમણ સંઘસમુદાદ્વારા થોડા થોડા ભેજપત્ર એકત્રિત કરી તાડપત્ર અને વકલ પર અક્ષરોથી લિપિબદ્ધ કરી ભીખુરાયને મને રથ પૂર્ણ કર્યો. આ પ્રમાણે શ્રી આર્યસુધર્મારચિત “દ્વાદશાંગી” સંરક્ષિત થઈ.
ઉપરોકત પ્રસંગ ઉપર શ્રી શ્યામાચાર્યો નિગ્રંથ સાધુ સાધ્વીઓના સુખબધાથે પન્નવણુ” (પ્રજ્ઞાપના) સુત્રની પણ રચના કરી, જે સૂત્ર વર્તમાન કાળે પણ વિદ્યમાન છે.
વિર શ્રી ઉમાસ્વાતીજીએ પણ ઉપરોક્ત ઉપદેશ અનુસારે નિર્યુક્તિ સહિત તત્વાર્થ ” સૂત્રની રચના કરી. આ સૂત્ર પણ વર્તમાનકાળે ઉપલબ્ધ છે.
સ્થવિર શ્રી આર્યબલિસ વિદ્યાપ્રવાદ પૂર્વમાંથી અંગવિદ્યા” આદિ શાસ્ત્રોની