Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
૩૯૦
સમ્રાટ્ સંપ્રતિ
પશુ રચના કરી.ઉપરાત ‘અંગવિદ્યા’ ૯,૦૦૦ શ્લેાકપ્રમાણુ પ્રાકૃત અને ગલ તથા પદ્યમાં લખાયેલ છે જે સામુદ્રિક વિદ્યાના શ્રેષ્ઠ કેાટિના ગ્રંથ તરીકે આજે પણ પ્રખ્યાતિ પામેલ છે. આ પ્રમાણે જૈનશાસનની ઉન્નતિ કરવાવાળા ભીમ્મુરાય અનેકવિધ ધર્મ કાર્યો કરી સ્વર્ગવાસી થયા.
ભીમ્મુરાયની પછી તેના પુત્ર વક્રરાય કલિંગના રાજા થયા. તે પણ જૈનધમી હતા. વક્રરાયના ખાદ વિહરાય કલિંગના રાજા થયા. તે પણ જૈનધર્મી હતા.
ઇ. સ. પૂર્વે ખીજા સૈકામાં બ્રાહ્મણ, આદ્ધ અને જૈન આ ત્રણે ધર્માં કલિંગમાં વિદ્યમાન હતા. જૈનાની માટી સંખ્યા હતી તેમ જ જૈનસાધુએ પણ મેાટા પ્રમાણમાં વિચરતા હતા. રાષ્ટ્રધર્મ તરીકે પણ જૈનધર્મ અહીં સારામાં સારું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
કલિંગ ક્યાં આવ્યું ?
મગધ સરહદની લગોલગ આવેલ તેલીગાનની ઉત્તરના પૂઘાટ અને બંગાળ વચ્ચેના કિનારાના પ્રદેશને કલિંગની હદ ઠરાવવી તે જો કે અચેાક્કસ છે, છતાં ગાઢાવરીની ઉત્તરે પથરાતા અને બંગાળ ઉપસાગરને સ્પર્શતા ભૂમિપ્રદેશ આ કાળે કલિંગ નામે આળખાતા, - જેનું હાલમાં ભૂગાળમાં એરીસા અને ગંજામ પ્રદેશ તરીકે વર્ણન કરવામાં આવે છે.
આ પ્રદેશમાં હિંદી પ્રજાના ગારવના અખંડ સ્મારકસ્વરૂપ અને ઐતિહાસિક સબંધદક બનારસ ( કાશી ) અને જગન્નાથપુરી એ એ યાત્રાધામે આવેલાં છે, જેના અંગે આ પ્રદેશને ધર્મ ભૂમિની ઉપમા આપીએ તેા ખાટું ન કહેવાય.
જગન્નાથપુરીના કારણે એરીસાના પ્રદેશ હિંદુ ધર્મના ખાસ બગીચારૂપ છે. આવા મહાન્ ઐતિહાસિક પ્રદેશની પ્રાચીન ઐતિહાસિક માહિતી નિષ્પક્ષપાતપણે પ્રસંગાનુસાર આપવી તે ગ્રંથની મહત્ત્વતા વધારનારી થઇ પડશે.
પ્રાચીન જૈન ગુફાઓની હારમાલા—
આ પ્રદેશમાં (કુમારગિરિ) ઉદયગિરિ અને (કુમારીગિરિ) ખ`ગિરિ નામની એ ઐતિહાસિક ટેકરીઓ પર શુફાઓ આવેલ છે, તેમ જ પ્રાચીન જૈન ધર્મના અવશેષરૂપ જીણુ મદિરા પણુ અહીં દેખાય છે. ઉપરાક્ત અને ટેકરીઓ ભુવનેશ્વરની ઉત્તર પશ્ચિમે પાંચ માઈલ દૂર છે. અને ટેકરીએ જુદી જુદી દિશાઓમાં આવેલી છે, જ્યાં જવાના
“ ઉત્તરહિંદમાં જૈન ધર્મ એ નામના પુસ્તકના લેખક શ્રી ચીમનલાલ જે. શાહે કાને લગતાં ચિત્રા તેમજ નાંધા પેાતાના ગ્રંથમાંથી આ ગ્રંથ માટે લેવાની અમાને પરવાનગી આપી છે તે બદલ અમે તેમના આભાર માનીએ છીએ. આ ગ્રંથકારે ઉત્તરહિંદના પ્રમાણભૂત ઇતિહાસ રજૂ કરવા કરેલ સ્તુત્ય પ્રયાસના અમેા મુક્તકંઠે વખાણુ કરીએ છીએ.