Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
પ્રકરણ ૩ જી.
મહામેધવાહન કલિંગપતિ ખારવેલ (ઈ. સ. પૂર્વે° ૧૬૫ થી ૧૫૨.) મહારાજા ખારવેલ અને તેના પૂજ—
મૌર્ય સામ્રાજ્ય મહારાજા બૃહદથ સુધી પહેાંચ્યા બાદ પુષ્યમિત્ર સાર્યવશીય અતિમ રાજવી બૃહદનું ધર્મઝનૂનથી પ્રેરાઈ ખૂન કરી રાજ્યગાદીની પ્રાપ્તિ કરી તેને લગતા ઉલ્લેખ પણ હાથીગુફાના શિલાલેખામાંથી મળી આવે છે. જૈનધર્માનુરાગી મહારાજા ખારવેલ અને તેના પૂર્વજોના આ સ્થળે સંશાધનપૂર્વક પરિચય આપવા તે અસ્થાને ન ગણાય એમ માની નીચે પ્રમાણે રજૂ કરીએ છીએ:—
હાથીશુક્ાના શિલાલેખા ઉપરથી ઘણા વિદ્વાના મહારાજા ખારવેલને ચૈત્રવંશીય માને છે, જ્યારે કાઇ કાઇ તેને ચેદીવશીય રાજા માને છે. અમારા સશાધન મુજબ મહારાજા ખારવેલ ન તા ચૈત્રવંશીય છે, ન તા ચેદીવંશીય છે; પરંતુ તે ચેટવંશીય હતા; કારણ કે એ વૈશાલીના પ્રસિદ્ધ રાજા ચેટકના પુત્ર કલિંગરાજ શાલનરાયની વંશપર’પરામાં થએલ હતા.
અજાતશત્રુ ( કાણિક ) સાથેની લડાઇમાં મહારાજા ચેટકના મરણ બાદ તેના પુત્ર શેાલનરાય વૈશાલીથી નાસી કલિંગરાજ પાસે ગયા અને તે કલિંગાધિપતિ થયા. સ્થવિરા વલીમાં તેને લગતુ વૃત્તાંત નીચે પ્રમાણે છે. વિદ્વાના તેમજ સશાષકા જરૂર આ પૂર્વ ઘટના ઉપર ધ્યાન પહોંચાડશે.
૬ વૈશાલીના રાજા ચેટક તીથંકર મહાવીરના ઉત્કૃષ્ટ શ્રમણેાપાસક હતા. ચંપાનગરીના અધિપતિ રાજા કાણિક વૈશાલી ઉપર ચઢી આવ્યા અને તેણે ચેટકને હરાજ્યેા. ખાદ અન્નજળના ત્યાગ કરી મહારાજા ચેટક સ્વર્ગવાસી થયા.”
“ ચેટકના ગ્રાભનરાય નામના પુત્ર ત્યાંથી નાસી પાતાના શ્વસુર કલિંગપતિ સુલેાચનને શરણે ગયા. સુલેાચનને પુત્ર ન હાવાથી પેાતાના જમાઈ શેાભનરાયને કલિંગ દેશનુ