Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
સમ્રાટું સંપ્રતિ. પ્રમાણભૂત અભિપ્રાય દર્શાવે છે કે ભારતવર્ષમાં આ કાળ પૂર્વે મૂર્તિપૂજા વિદ્યમાન હતી અને જૈનધર્મે ભારતમાં સુંદર સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ હકીક્તને અંગે સવિસ્તર વર્ણન અમે પુષ્યમિત્રના રાજ્યામલ દરમિયાનમાં રજૂ કરીશું. | મહારાજા દશરથના અમલ દરમિયાનમાં વૈશાલીનાં રાજે સ્વતંત્ર થયાં તેવી જ રીતે મૈર્ય સામ્રાજ્ય ઉપર પશ્ચિમોત્તર પ્રદેશદ્વારા ગ્રીકેએ પણ આક્રમણ શરૂ કર્યું, પરંતુ વીર રાજપુત્ર ઝલકે તેને સામને કર્યો. ઝાલેકે મિર્ય મહારાજા અશોકને કાશમીરી રાણીના ઉદરથી ઉત્પન્ન થયેલ રાજકુંવર હતું, કે જેને મહારાજા અશોકના જીવનકાળ દરમ્યાનમાં જે કાશ્મીરના રાજા અપુત્ર મરી જવાથી તેના દોહિત્ર તરીકે કાશ્મીરની રાજ્યગાદી મળી હતી. - આ રાજપુત્ર ઝાલેકે મગધ સામ્રાજ્ય ઉપર ચઢી આવતા ગ્રીકલ્લાને બહાદુરીપૂર્વક કાશમીરની સરહદ પર રોકી દઈ ગ્રીક સેનાપતિને પરાજીત કર્યો, અને મગધ સામ્રાજ્ય ઉપર તલપી રહેલ યવનરાજવીઓની નેમ ઊંધી વાળી.
જે આ કાળે યવન રાજસત્તાને વર રાજપુત્ર ઝાલેકે કાશ્મીરમાં મહાત ન કરી હોત તે મગધ સામ્રાજ્યનો અંત જલદી આવત; કારણ કે યવન સેનાપતિનું બળવાન લશ્કર વિશેષ પ્રમાણમાં અને સુસજિજત હતું.
રાજ્યસત્તાના આંતરિક ખટપટના ભાગ તરીકે આંધ આદિ મહાબળવાન પ્રાતે પણ સ્વતંત્ર થઈ ગયા. આંધ્ર પ્રાંતની સ્વતંત્રતા પ્રાપ્ત કરનાર શ્રીમુખ નામે શૂરવીર આંધ્રપતિ રાજા હતા. તેવી જ રીતે બીજા અનેક પ્રાંતએ પોતપોતાની સ્વતંત્રતા પ્રાપ્ત કરવા પ્રયાસો કર્યા અને તેમાં તેઓને સફળતા મળી.
મહારાજા દશરથે પિતાની અમર નામના તરીકે નાગાર્જુનની પહાડી ગુફાઓ આજીવિકેને રહેઠાણ તરીકે દાનમાં આપી દીધી, તેમજ આજીવિકેને તેમણે સારા પ્રમાણમાં દાન કર્યું હતું, જેને શિલાલેખ નાગાર્જુનની પહાડી ગુફાઓ ઉપર વર્તમાન કાળમાં દષ્ટિબેચર થાય છે કે જે મહારાજા દશરથના અસ્તિત્વની અને દાનવીરપણાની મૂગી સાક્ષી પૂરે છે.
મહારાજા દશરથના આ પ્રમાણે ૧૫ વર્ષના રાજ્યામલ દરમિયાનમાં મગધ સામ્રાજ્ય પતનના માર્ગે વળ્યું. તેમને સ્વર્ગવાસ થતાં મગધની રાજ્યગાદી મહારાજા સંપ્રતિના પુત્ર શાલીસુકને મળી.
[]))