Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
ખંડ૭ મો.
પ્રકરણ ૧ લું.
મુનિત કલ’કીસ્વરૂપી રાજા પુષ્યમિત્ર અથવા બૃહસ્પતિમિત્ર, ઇ. સ. પૂર્વે ૧૫૬ થી ૧૨૧, વીરનિર્વાણ ૩૭૦ થી ૪૦૫ : ૩૫ વ
ઈ. સ. પૂર્વે ત્રીજા સૈકાથી પ્રારંભી આઠમા સૈકા સુધી ભારતવર્ષ જૈનધર્મની સંપૂર્ણ અસર નીચે હતું. ત્યારપૂર્વ ભારતમાં યજ્ઞાદિ ક્રિયાકાંડ કરનાર બ્રાહ્મણ ભાષ્યાનુ વિશેષ જોર હતુ. આ કાળને ‘સનાતન યુગ ’ તરીકે સ ંબેધવામાં આવતા હતા. આ સમયે યજ્ઞાદિ ક્રિયાકાંડાનું જોર ( જેમાં પશુખલિ-પશુહિંસા પણ થતી) વધી પડયું હતુ. આવા પશુયજ્ઞા રાજયજ્ઞા તરીકે સનાતન ધર્મી રાજાઓના રાજદરબારમાં ખૂબ જોસથી પ્રચલિત થયા હતા. જેમાં ધર્મને નામે, દેવ-દેવીઓને પ્રસન્ન કરવા અર્થે સેંકડા અવાક્ પશુ–પ્રાણીઓનુ બલિદાન અપાતું હતું. આ વિષયને લગતું વર્ણન અમે અગાઉના ખડામાં કરી ગયા છીએ.
ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ કે જેઓ ઈ. સ. પૂર્વે ૮૦૦ ના ગાળામાં થયા હતા તેમના ધર્મપ્રભાવે તેમ જ ત્યારપછી તેમની પાટે થએલા જ્ઞાની મુનિમહારાજના પુરુષાથી પ્રચાસાદ્વારા જૈનધર્મ રાષ્ટ્રધર્મ તરીકે ફરીથી પગભર થયા. પ્રભુ મહાવીરના સમયમાં જૈનધર્મનું તત્ત્વજ્ઞાન વેદાન્ત સાથે સરખાવતાં સર્વોત્તમ પુરવાર થયું અને વેદાન્તી મનુયાયીઓ પણ જૈનધર્મ પ્રત્યે આકર્ષાયા. મહાવીરના પ્રથમ શિષ્યપદનું માન પ્રાપ્ત કરનાર ઈંદ્રભૂતિ ગણધર ( ગૌતમસ્વામી ) અને ત્યારપછી બીજા દસ પંડિતા પશુ દ્વિજ જાતિના હતા. તેઓએ વેદાન્ત ધર્મના ત્યાગ કરી જૈનધર્મ ના સ્વીકાર કર્યાં હતા