Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
અગત્યની છે અને શાસનસ્તંભ સૂરીશ્વરના અભિપ્રાય
૩૪૯ શ્રી યશોભદ્રસૂરિ મહારાજે સૂત્રના ઉપયોગથી અગ્નિદત્ત મુનિને કહ્યું કે-“શ્રુતની નિંદા અને ઉદય જેમ થવાના છે તેમ સાંભળ. વીર પ્રભુના નિર્વાણ પછી ૨૯૧ વર્ષે જૈન પ્રતિમાઓને આરાધક સંપ્રતિ (મગધને) રાજા થશે.”
આ ભવિષ્યવાણી શ્રી મહાવીરનિર્વાણ પછી પહેલી શતાબ્દીમાં થઈ હતી. આ ઐતિહાસિક ઘટના પ્રાચીનથી પણ પ્રાચીન છે. આ ઘટનાથી શ્રી સંપ્રતિ રાજા જેન જ સિદ્ધ થયા છે, માટે સાક્ષર મહાશયોએ આવા શાસ્ત્રીય પ્રમાણે જોઈને પોતાને હઠાગ્રહ ત્યજી શ્રી સંપ્રતિ જેનધમી રાજા હતા એવી સત્ય હકીક્તને અવલંબવું જોઈએ.
ઈતિહાસવેત્તા શ્રીમદ પુન્યવિજયજી મહારાજ “ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ” નામના પુસ્તકના ઉપોદ્દઘાતમાં જણાવે છે કે-“મહાવીર પછીના યુગમાં મહારાજા કોણિક, ઉદાયન, નંદવંશી રાજાઓ અને તેમના શકડાલ, શ્રીયક વિગેરે મહાઅમાત્યો તેમજ મૌર્યવંશી મહારાજા ચંદ્રગુપ્ત અને મહાન્ સંપ્રતિરાજ વિગેરે રાજાઓ જૈન હતા. તે સિવાય અનેક રાજવીઓએ આ કાળે જેનધર્મ પ્રતિ સહાનુભૂતિ દાખવી હતી.
- ઉપરોક્ત સર્વે રાજાઓ પૈકી મહારાજા સંપ્રતિનું સ્થાન જૈનધર્મના ઇતિહાસમાં ઉજજવળ કારકીદીભર્યું ને અતિ ગેરવવંતું છે. મહાન સંપ્રતિ માત્ર પોતે જ જૈનધમી હતો એટલું જ નહિ પણ તેણે વૈદિક સંસ્કૃતિ પ્રાધાન્ય આધ, દ્રાવિડ વિગેરે દેશોમાં જેનધર્મનો ઝંડે ફરકાવ્યો હતો. ભગવાન મહાવીરના આજ સુધીના ૨૫૦૦ વરસના ઈતિહાસમાં મોટા પાયા ઉપર જેનધર્મનો પ્રચાર અને અભિવૃદ્ધિ કરનાર આવી પ્રભાવશાળી વિભૂતિ બીજી એક પણ ઉત્પન્ન થઈ નથી કે જેને પ્રતાપે જેને સૂત્રકારોને પિતાના મૌલિક રીતરિવાજોમાં પરિવર્તન કે ઉમેરો કરવાની ફરજ પડી હોય.
જેને પ્રજાનું આ એક મહાન દુર્ભાગ્ય છે કે તેને ત્યાં એક વ્યક્તિએ શરૂ કરેલ કાર્યને સાંગોપાંગ પાર ઉતારનાર કે પોષનાર પ્રાણવાન કોઈ પાછળ નથી હતું. જેવી રીતે જૈનધર્મના પ્રચારની બાબતમાં મહાન સંપ્રતિની પાછળ કોઈ એના જેવી વિભૂતિ પાકી નથી તેવી જ રીતે જૈન સાહિત્ય, કળા, શિલ્પ, વિજ્ઞાન વિગેરેના વિકાસના ક્ષેત્રમાં જે ગણીગાંઠી વ્યક્તિઓ આપણે ત્યાં જન્મી છે તેના સ્થાનને શોભાવનાર બીજી વ્યક્તિઓ પણ આપણે ત્યાં વિરલ જન્મી છે.”
આજકાલ આ બાબતની વર્તમાનપત્રમાં ઘણું રીતે ચર્ચા ચાલી રહી છે. તે શ્રદ્ધા વિના ગ્રાહા થઈ શકતી નથી, પણ સાથે સાથે તેમાં વિતંડાવાદનો સમાસ થતો જાય છે. સાક્ષર મહાશય પૂર્વધર પુરુષના કથન પર ઊંડી ગવેષણ કરશે તે મહારાજા સંપ્રતિ રાજા વિષે પ્રાચીન બીને શ્રદ્ધાપૂર્વક સત્ય સમજાશે અને પિતાના જ્ઞાનમાં વધારો કરશે.
મહારાજા સંપ્રતિનો જન્મ મર્યવંશી કુણાલને ઘેર થશે. તે વખતે એમનાં માતાજી