Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
૨૩૬
સમ્રા સંપ્રતિ મહારાજા અશોક કાશ્મીરથી નીકળી વિજયી સેના સાથે મગધ આવી પહોંચ્યો. આ સમયે અશકને લઘુ બંધુ તીકુમાર ઊર્ફે માધવસિંહ મગધમાં હાજર હતે.
તેણે મગધ પધારેલ રાજ્યકુમાર અશોકને મગધની પરિસ્થિતિથી વાકેફ કરતાં જણાવ્યું કે-“રાજ્યગાદીના અંગે અહિં જબરજસ્ત પ્રપંચે રચાયા છે અને અન્ય રાજકુમારના સંબંધી પક્ષોએ પાટવી કુંવર સુસીમનો પક્ષ લઈ, તેને રાજ્યગાદી આપવાની ગોઠવણ કરી છે.” આ હકીકત સાંભળતાં જ વીર અશોકે પિતાના બાહુબળે રાજ્યના બહુમતિ વિભાગને પિતાની તરફેણમાં લઈ, જે વિજેતા લશ્કરના બળે તેણે પંજાબ અને કાશ્મીર સર કર્યા હતાં તેના પર મુસ્તાક રહી તેણે પિતાના ઓરમાન ભાઈઓનો ઘાત કર્યો. માત્ર પિતાના લઘુભ્રાતા તીષ્યને જીવતો રાખે.
આ ઘટનાને અંગે શ્રાદ્ધ અનેક જાતની કથાઓ રજૂ કરતાં જણાવે છે કે અશકે મહારાજા બિંદુસારના ૯૮ પુત્રને ઘાત રાજ્ય પ્રાપ્તિ અર્થે કર્યો હતો. દિવ્યાવદાન પુત્રોની સંખ્યા જણાવતું નથી, છતાં તે જણાવે છે કે અશોક ઘણું રાજ્યપુત્રનો ઘાત કરી ગાદી પર બેઠો હતો.
ઈ. સ. પૂર્વે ૨૭૨ માં જ મહારાજા બિંદુસારના સ્વર્ગવાસ પછી તરત જ અશોકનાં નામની રાજ્યાજ્ઞા ફેલાવવામાં આવી, છતાં વાંધામાં પડેલ રાજ્યગાદી ઉપર તેને રાજ્યતિલક થઈ શકયું ન હતું. બાદ લગભગ ત્રણ ચાર વર્ષે રાજ્યતિલક થયું હતું છતાં ઈતિહાસના પાને મગધની રાજ્યગાદી સમ્રાટ અશોકને ઈ. સ. પૂર્વે ૨૭૨ માં મળી એ પ્રમાણે જણાવવામાં આવ્યું છે.
આ વીર પુરુષના હાથમાં મગધની રાજ્યગાદી આવી તે સમયે તેના હાથમાં મગધની એટલી બધી બહાળી સત્તા આવી હતી કે જેના અંગે ભૂગોળના ઊંડાણમાં ઉતરતાં જણાય છે કે પૂર્વમાં બંગાળના ઉપસાગરથી માંડી પશ્ચિમમાં હિંદુકુશ પર્વત સુધી, ઉત્તરમાં હિમાલયના ગગનચુંબિત શિખરો સુધી અને દક્ષિણમાં ઘણું જ દૂરદૂરના પ્રદેશના વિભાગ સુધી મગધ સામ્રાજ્યની આણ વર્તતી હતી; છતાં મગધનરેશની રાજ્ય વધારવાની રાક્ષસી મહત્વાકાંક્ષાએ ભારતમાં રક્તસરિતા વહેવરાવવામાં કચાશ રાખી નથી. મહારાજા અશોકની જીવનપ્રભાને અર્ધા વિભાગ રણક્ષેત્ર અને રાજ્યવ્યવસ્થા સાચવવામાં જ ગયો છે. તેના રાજ્યકાળમાં રાજ્યપ્રપંચને અંગે બનેલ અનેક ઐતિહાસિક ઘટનાઓમાંથી રાજ્યપુત્ર કુણાલના અંધાપાને લગતી ઐતિહાસિક ઘટનાને અહિં સંબંધ હોવાથી અમે તેને સવિસ્તર રજૂ કરીએ છીએ. રાજપુત્ર કુણાલ
રાજપુત્ર કુણાલનો જન્મ ઈ. સ. પૂર્વે ૨૭૭-૭૮ ના ગાળામાં થયો હતે. ત્યારબાદ લગભગ બે ત્રણ વર્ષના ગાળામાં તેની માતાને સ્વર્ગવાસ થતાં આ રાજ્યપુત્રને તેની ધાવમાતા સુનંદા સાથે અવન્તીથી મગધ લાવવામાં આવ્યો હતો. એટલે ઈ. સ. પૂર્વે ૨૭૨ માં રાજ્યપુત્ર કુણાલ મગધમાં શિક્ષણ લઈ રહ્યો હતો.