Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
૨૪૨
સમ્રાટ્ સંપ્રતિ
કહી પાતાના પૂર્વસંચિત કર્મને દોષ દેતાં ને પ્રભુસ્મરણ કરતાં કુણાલે ઉપરાક્ત ગરમ સળીયા હાથમાં લઈ પેાતાની બન્ને આંખામાં ખાસી દીધા અને સદાને માટે તે અધ થયા. આ બનાવ ઇ. સ. પૂર્વે ૨૬૨-૨૬૩ માં બન્યા.
રાજ્યસભામાં હર્ષને સ્થાને કરુણરસ છવાઈ રહ્યો, અને આનંદમાં મસ્ત બનેલ અવન્તી આ સમયે અગાધ શાકસમુદ્રમાં ડૂખી ગઇ. યુવરાજના અધપણાની વાત વીજળી વેગે આખા નગરમાં પ્રસરી ગઈ.
અહા ! શી ભવિતવ્યતા ! આ સવિસ્તર સમાચાર માધવસિંહે સમ્રાટ અશોક તરફ તરત જ એવી રીતે રવાના કર્યો કે તેના પર શીઘ્ર સારી અસર થાય. યુવરાજ કુણાલના અંધાપાને અંગે અલગ અલગ ગ્રંથાના અભિપ્રાયઃ—
જૈનગ્રંથી અને ઐદ્ધગ્રંથા એકીમતે અપર માતા તીષ્યરક્ષિતાના દ્વેષના કારણે કુણાલ અંધ થયાનું' સ્વીકારે છે, પરન્તુ તે સંબંધમાં અલગ અલગ પ્રકારા દર્શાવે છે.
મહારાજા અશેાકે રાજ્યપુત્ર કુણાલને યુવરાજપદ અર્પણ કરી ઉજ્જૈનીનું શાસન અર્પણ કરી ત્યાં માકલી દીધા હતા, પરન્તુ ઓરમાન માતાએ પેાતાના પુત્ર મહેન્દ્રને રાજ્યગાદી મળે તેવા હેતુથી પ્ર૫ાંચથી અધ કરાવ્યા હતા, જે વસ્તુનું આપણે સ્પષ્ટીકરણ કરી ગયા છીએ. ઉપરાક્ત લખાણને “ દિવ્યાવદાન ” અને “ અવદાન-કલ્પલતા ” ના આધાર મળે છે. જૈનગ્રંથામાં અને ખાદ્ધગ્રંથામાં કુણાલની આંખા ફાડવાને લગતા પ્રકારભેદ દર્શાવવામાં આન્યા છે.
66
હકીકત એવી છે કે કુણાલ ઉમરલાયક થતાં તેના શિક્ષણના પ્રમ ́ધની અશાકને જરૂરિયાત સમજાઇ અને તે મતલખના બન્ને ગ્રંથામાં અધાપાને લગતા પ્રકારો જો કે અલગ અલગ છે છતાં જૈનગ્રંથકારાના કથન ઉપર વિશેષ વિશ્વાસ મૂકી શકાય; કારણ યુવરાજની ચક્ષુએ ફાડવી એ કઇ નાનીસૂની વાત ન હતી કે તેના ઉપર બીજો કાઇ બળાત્કાર થઇ શકે.
ઐાદ્ધ લેખક કુમાર કુણાલને તક્ષશિલાના શાસક તરીકે જણાવી ત્યાં તેને અંધ થયાનુ જણાવે છે, પરન્તુ જૈનગ્રંથામાં જણાવ્યા પ્રમાણે રાજ્યપુત્ર કુડ્ડાલ તક્ષશિલાના નહિ પરન્તુ અવન્તીના શાસક હતા અને ઉજ્જૈનીમાં જ તે સ્વયમેવ અંધ થયા હતા. - ઐાદ્ધોની તક્ષશિલા અને જૈનાની અવન્તી વાસ્તવિકતામાં ભિન્ન નગરી ન હતી કારણ કે તક્ષશિલા શબ્દ બધ્ધાએ અવન્તીના પર્યાયમાં લખેલા માલૂમ પડે છે. જો આ વસ્તુ ખરાબર હાય તા ઔદ્ધગ્રંથના લખાણમાં તેમજ જૈનગ્રંથાના સૂચનમાં તાત્ત્વિક ફેર પડતા નથી. એમ જણાય છે કે પ્રાચીન સમયમાં અવન્તીનું તક્ષશિલા એવું નામાંતર પણ થતું હતું, જે હકીકત “ વૈજયંતિ કોષ ” માં નીચે લખેલા વાકય પરથી પૂરવાર થાય છે.
" अवंती स्यात्तक्षशीला ,,
पृष्ठ १५६.
~_'જ