Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
૨૭૮
સમ્રાટુ સંપ્રતિ " ज्वलनजलचोरचारणनृपखलदायादबंदि ।
धन्योऽसौ यस्य धनं जिनभुवनादौ शुमे लग्नम् ॥" હે પુત્ર! જિનભુવનાદિ બનાવવામાં આ પ્રમાણે ધનને ઉપયોગ કરવા શાસ્ત્રકારે અને પૂજ્ય આચાર્યદેવે ફરમાવે છે અને તેથી નરકગતિનું ધન થાય છે, તે તારા જે વીર સંસ્કારી પુત્ર માતાની આત્મસંતુષ્ટતા કરવા સાથે એક ગતિ સાધવા શું ઉઘુક્ત નહીં થઈ શકે ?
વળી હે વીરપુત્ર! તારા જન્મકાળ પૂર્વે મને ગર્ભાવાસની શરૂઆતમાં મુખમાં પ્રવેશ કરતા હસ્તિનું સ્વમ આવેલ. આ સ્વમના અંગે તેનું ફળ પૂછવા હું અવન્તીમાં પધારેલ શ્રી સાગરસૂરિ નામના પૂર્વધર જ્ઞાની મહારાજ પાસે તારા પૂજ્ય અંધ પિતાશ્રીને સાથે લઈ ગઈ હતી. જ્યારે તેમણે સ્વપ્નનું ફળ દર્શાવતાં જ્ઞાનબળે જણાવ્યું હતું કે “તારી કૂખે જૈનધર્મને મહાન ઉદ્ધારક એવા વીરપુત્રનો જન્મ થશે કે જેના હાથે ભારતના પ્રાચીન જૈન મંદિરોને ઉદ્ધાર થશે એટલું જ નહિ પણ જૈન મંદિરમય ભારત બનશે અને સાધુઓને સારી રીતે રક્ષણ મળશે.'
આ પ્રમાણે જ્ઞાની મુનિ મહારાજે કહેલ વાણીને ફલિભૂત થએલ હું ત્યારે માનું કે જ્યારે મારે વીર પુત્ર ભારતને મંદિરમય બનાવે.”
પોતાની માતાને ધમધ મહારાજા સંપ્રતિને એ તો સચોટ લાગે કે તેણે પિતાની માતા પાસે તરત જ અભિગ્રહ કર્યો કે “ હું તે માર્ગે જરૂર પ્રવતીશ અને "તારી મનભાવના અને માગણી સિદ્ધ કરી આપીશ.”
આ સમયે હાજર રહેલ વયેવૃદ્ધ ધાવમાતા સુનંદાએ કહ્યું કે-“હે વત્સ! તારા અંધ અને પ્રભુભક્ત પિતા કે જેમને ધર્મ પસાથે તારા જે આજ્ઞાંકિત અને કુળોદ્ધારક વિરપુત્ર પ્રાપ્ત થયો અને પરમાત્માએ સૌની દ્રષ્ટિ ઠારી. સાથે રાજ્યખજાનામાં અત્યારે એવો તે સંતોષકારક વધારે ચાલે છે કે જેના થેંગે તું ધારે તે ચક્રવતતુલ્ય રાજ્ય ભોગવી તારી માતાની મનભાવના ફલિભૂત કરી શકે, માટે સંસ્કારી હે વત્સ ! વીરપુત્ર! તારી ફરજ છે કે તારા જન્મદાતાઓના આત્માને સંતુષ્ટ કરી આત્મકલ્યાણ સાધવું.”
માતા, પુત્ર અને પિતાશ્રીની વયેવૃદ્ધ ધાવમાતા વચ્ચે આ પ્રમાણેની થયેલ વાતચિતનું પરિણામ કઈ રીતે ફલિભૂત થાય છે તે હવે પછીના પ્રકરણમાંથી આપણને જણાઈ આવશે.