Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
૨૯૮.
સમ્રાટું સંમતિ ઉજૈની નગરી ભેગવટા માટે આપી. તે વખતે અશક રાજા પાટલિપુત્રમાં હતા. એક વખત અશક રાજાએ ચિંતવ્યું કે –“હમણાં કુમારે ધનુર્વિદ્યા વિગેરે કલા શીખવી જોઈએ” ત્યારપછી અશક રાજાએ પોતે જ પત્રમાં લખ્યું કે “હે, કુમાર ! હમણાં તારે ભણવું જોઈએ(અધિથs) એમ લખ્યું.” રાજા ભૂલી જવાથી અને કુમારના કર્મોદયથી અથવા તો ભવિતવ્યતાથી અકાર ઉપર બિંદુ પડયું. ચણકારના સમકાલિન આચાર્યોમાંથી કેટલાક આચાર્યો કહે છે કે રાજાએ પત્ર લખીને બીડ્યા વિના ત્યાં મૂકીને અન્ય સ્થળે ગયા. - પછીથી શેક માતાએ વાંચીને અકાર ઉપર કાજળવડે અનુસ્વાર કર્યું. (સંધિયા કર્યું.) રાજાએ પાછા આવીને વાંચ્યા વિના જ તે પત્ર બંધ કર્યો. બહારથી રાજાએ પોતાના નામથી મહારછાપ કરી. લેખવાહક તેને ઉજેજેની લઈ ગયે. તે વાંચીને સભા અને લેખ વાહક બંને મૌન રહ્યા કુણાલ કુમારે પિતે એ લેખ વાંચીને ચિંતવ્યું કે
“જે રાજાને તે જ ઈદ છે તે માટે પણ પ્રીતિપૂર્વક કરવું જોઈએ. વળી મર્યવંશના રાજ્યપુત્રે વડીલોની આજ્ઞાને અવગણતા નથી, તે હું કોણ માત્ર?” એમ વિચારીને પિતે જ લોઢાની સળીવતી આંખો કાઢી આપી. લેખવાહકે આ બધું વૃત્તાંત રાજાને કહ્યું. રાજાએ વિચાર્યું કે “આંધળાને રાજ્યવડે શું? અર્થાત “અંધ કુણાલ રાજ્યને શું કરવાને?” એટલે તેને એક ગામ આપ્યું. તે ગામમાં વસતા કુણાલને ત્યાં તે ભિક્ષુક સાધુ પુત્રપણે ઉત્પન્ન થયું. ત્યારપછી બાર દિવસે તેનું સંપ્રતિ એવું નામ રાખવામાં આવ્યું.
કલ્પસૂત્રદીપિકામાં પણ નિશીથને લગતો પાઠ છે જે આચાર્ય શ્રી વિજયનીતિસૂરિના શિષ્ય પંન્યાસ શ્રી કલ્યાણવિજયજી મહારાજે અમને પૂરો પાડ્યો છે. આ પાઠ શ્રી સંપ્રતિની ચર્ચા સમયે “જેન જ્યોતિ ” પત્રમાં પણ પ્રગટ થયેલ હતું.
दुर्भिक्षे क्वाऽपि कोऽपि द्रमको महेभ्यवेश्मनि साधुभ्यो भिक्षां दीयमानां दृष्ट्वा श्रीसुहस्तिशिष्येभ्योऽन्नममार्गयत् , तैरूचे गुर्वाज्ञामन्तरेण वयं दातुमसमस्तितोऽसौ गुरूनपि तथैव याचमानस्तैोग्य इति प्रव्राज्य कामिताऽऽहारै जितो विशुचिकया मृत्वा चारित्रानुमोदनात् चन्द्रगुप्तराजसुत-बिन्दुसारभूपसुत-अशोकश्रीनृपसुत-कुणाल कुमारगृहे पुत्रो जातः, स च पितामहात् सम्प्राप्तराज्यः सम्प्रतिनामा त्रिखण्डभोक्ता श्रीसुहस्तिसूरीन् दष्ट्वा सञ्जातजातिस्मृतिगुरून् प्रपच्छ 'अव्यक्तसामायिकस्य किं फलं ?' तैरूचे ' राज्यादि' पुनरुक्तं- स्वामिन् ! मामुपलक्षयथ' ततश्योपयोगेन तत्स्वरूपे ज्ञाते गुरुभिः प्रतिबोधितः सन् सपादकोटीविम्ब-सपादलक्षनवीनप्रासाद-पत्रिंशत्सहस्रजीर्णप्रासादोद्धार-पञ्चनवतिसहस्रपित्तलमयप्रतिमाऽनेकसहस्रसत्रसालादिभिर्विभूषितां त्रिखण्डामपि वसुधामकरोत् ॥
(wવીર)