Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
પ્રકરણ ૧૪ મું
અવન્તી અને રાજપુતાનામાં મૂર્તિનાં કારખાનાં. त्रिखंडाधिपत्याऽऽप्तिसपादलक्ष जैनप्रासाद-सपाद कोटीजिनबिंबनिर्मापणाद्यवदात—-જ઼ેરાતરશિની, પૃ. ૨૬૪.
सुभगं श्रीसंप्रतिनृपचरित्रं वाच्यम् ॥
ભારતભૂમિની ત્રણ ખંડ જેટલી પૃથ્વીને જીતનાર મહારાજા સ’પ્રતિએ લગભગ આઠ હજાર રાજાએને ખંડિયા બનાવ્યા હતા. આ ખંડિયા રાજાઓ અને તેમની પ્રજા સાથે મહારાજાએ સદાકાળ ઘણી સારી મિત્રતા જાળવી હતી. અવારનવાર ધર્મ પ્રચાર અર્થે મહારાજા રથયાત્રાના વરઘેાડા કાઢતા અને અનેક જાતની ધાર્મિક પ્રભાવશાળી ક્રિયાએથી જૈનધર્મ ના સુંદર પ્રચાર કરતા. આવા પ્રસ ંગે સંપ્રાત પેાતાના ખ`ડિયા રાજાને પણ આમંત્રણ આપતા.
મહાજાને સામ્રાજ્યના વહીવટ માટે મગધ કરતાં અંતિ અનુકૂળતાભરી લાગવાથી મહારાજાએ ઉજ્જૈનને જ સામ્રાજ્યનું પાયતખ્ત બનાવી પોતે ત્યાં રહ્યા. અહીં રહેવામાં મહારાજાની ધર્મભાવનાઓ પણ સુંદર રીતે સચવાતી હતી અને પાતે ધર્મપ્રચાર પણ સુંદર રીતે કરી શકતા હતા.
મહારાજાએ પાતાની રાજધાનીના શહેર ઉજ્જૈનમાં, દરેક દરવાજે રાજ્ય તરફથી ખાસ લેાજનશાળાઓ ખાલી હતી કે જ્યાં બહારગામથી આવનાર દરેક મુસાફરને ભેાજન કરાવવામાં આવતું. તેવી જ રીતે આ ભેાજનશાળાઓમાંથી અનેક સાધુઓને દોષ રહિત આહાર મળી રહેતા, કારણ તેમના કારણભૂત કાઇ પણ વસ્તુ ત્યાં ખનતી ન હતી.
મહારાજા જાતે આ અન્નક્ષેત્રાની મુલાકાત લેતા અને ત્યાંની વ્યવસ્થા ખરાખર ચાલે છે કે નહિ તેની જાતે તપાસ રાખતા. આવી જ જાતના ખઢામસ્ત અનેક મેટાં શહેરામાં પણ કરવામાં આવેલ હતા, જેના લાભ સારા પ્રમાણમાં લેવાતા.