Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
પ્રકરણ ૧૩ મું.
સંપતિના નામના સિક્કાઓનું ચલણ પ્રજાના હિતાર્થે પ્રભુ મહાવીરના જીવનકાળ દરમ્યાનમાં મગધ સામ્રાજ્યમાં સિક્કાઓનું ચલણ સુવર્ણથી માંડી તાંબાના દોકડા સુધીનું ચાલુ કરવામાં આવ્યું હતું. આના અંગે પંજાબ-તક્ષશિલામાં ટંકશાળ ખોલવામાં આવી હતી કે જ્યાં તેજંતુરીને જથ્થો પુષ્કળ પ્રમાણમાં હતો. ભારતના સોળે પ્રાંતના રાજવીઓએ મગધનું અનુકરણ કર્યું અને આ કાળથી ભારતમાં ટંકશાળી સિકકાઓનું ચલણ સઘળે ઠેકાણે ચાલુ થયું.
આજે દરેક પ્રાંતના પ્રાચીન સિક્કાઓનું સંગ્રહસ્થાન મુંબઈ, કલકત્તા અને મદ્રાસના સરકારી મ્યુઝીઅમમાં જોવા મળે છે. માર્ય રાજાઓના પ્રાચીન સિક્કાઓને સંગ્રહ કલકરાના મ્યુઝીએમમાં સારા પ્રમાણમાં છે, જેમાં સંપ્રતિ મહારાજાના સિક્કાઓ વિદ્યમાન છે. તે સિદ્ધાનું અમો નીચે પ્રમાણે વિવેચન કરીએ છીએ.
સંપ્રતિના સિકકામાં એક બાજુ ઉપર “સંગી” અને બીજી તરફ સ્વસ્તિકનું ચિહ્ન છે. આ સ્વસ્તિક ઉપર બે ટપકાંઓ છે, તેના ઉપર એક ત્રીજું ટપકું છે અને સૌથી ઉપર અર્ધ ચંદ્રાકાર આકૃતિ છે અને સાથે સાથે મોર્ય શબ્દ પણ આપેલો છે.
આ જાતના ચિહ્નવાળા સિક્કાનું ઐતિહાસિક દષ્ટિએ પૃથક્કરણ કરતાં ઉપરોક્ત સિક્કાઓ પોતાની ધાર્મિક ભાવનાઓ જગત સમક્ષ વ્યક્ત કરવા મહારાજાએ પડાવ્યા હતા એમ સિદ્ધ થાય છે.
સ્વસ્તિક ઉપરનાં બે ટપકાંઓ એટલે કે જેનદર્શનના હિસાબે જોતાં તે જ્ઞાન અને દર્શનનાં બે ટપકાંઓ ગણાય. તેના ઉપરનું એક ટપકું તે ચારિત્રનું ગણાય. સૌથી ઉપર અર્ધ ચંદ્રાકારનો આકાર તે “સિદ્ધશિલા” સૂચવે છે. જેને અત્યારે પણ આને મળતા