Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
૩૩૮
સમ્રા સંપ્રતિ સાથિઆઓ કરે છે. તેમાં સ્વસ્તિક ઉપર બે ટપકાંને બદલે ત્રણ ઢગલી કરી ઉપર સિદ્ધશિલાનો આકાર દર્શાવે છે. આ સિક્કાઓ અત્યારે પણ પાટલિપુત્ર, તક્ષશિલા અને રામનગર આદિ શહેરોમાં સંશોધન કરતાં મળી આવે છે. આ સિક્કા ઉપરથી મહારાજા સંપતિના હૃદયમાં રહેલ જૈનધર્મ પ્રત્યેના આદરને સ્પષ્ટ રીતે ભાસ થાય છે. સિક્કા બાબત ઐતિહાસિક પ્રમાણે
સંશોધક મિ. કનીંગહામે “એનસીયન્ટ કેઈન્સ ઑફ ઈન્ડીયા ” નામના ગ્રંથમાં તક્ષશિલાના મહારાજા સંપ્રતિને પ્રાચીન સિક્કો પ્રગટ કરી જણાવે છે કે એની એક બાજુએ “સંપ્રતિ મર્ય” અને બીજી બાજુએ સ્વસ્તિક વિગેરે કેરેલાં છે. આ સિક્કાઓ પાટલિપુત્રના ખંડિયેરોમાંથી મળી આવેલા છે અને મળી આવે છે.”
ઈતિહાસવેત્તા મી. જાયસ્વાલે પિતાને અભિપ્રાય મહારાજા સંપ્રતિના સિક્કાને અંગે મોડને રીવ્યુ” ના ૧૦૪ ના મે માસના અંકમાં જણાવ્યું છે. વળી તેઓશ્રી “ટેડ રાજસ્થાન” ના ભાગ પહેલાના અંક ચોથામાં પૃષ્ઠ ૭૨૧ ઉપર મહારાજા સંપ્રતિએ કરાવેલ જેનવિહારનું સુંદર રીતે વર્ણન કરતાં સંપ્રતિના સિક્કા ઉપર ભાર મૂકી સંમતિ જેન રાજવી હતા એમ દઢતાપૂર્વક જણાવે છે.
આ જ પ્રમાણે મુનિ મહારાજશ્રી દર્શનવિજયજી પણ સંપ્રતિના સિક્કાઓનું “શ્રી જેન સત્ય પ્રકાશ” નામના માસિકના સને ૧૯૩૪ ના ભાદરવા માસના અંકના ૧૧૮ મા પાના પર વર્ણન કરતાં તેનું પૃથક્કરણ અમોએ જે પ્રમાણે કર્યું છે તે જ પ્રમાણે તેઓ કરે છે. આ પ્રમાણે અમારી સિક્કા પ્રકરણને લગતી માહિતીને સંપૂર્ણપણે ટેકો મળે છે.
ઉપરોક્ત સિક્કાઓ અફઘાનીસ્થાન અને અન્ય યવન રાજ્યના પ્રાંતમાંથી પણ મળી આવે છે. તે ઉપરથી પૂરવાર થાય છે કે અફઘાનીસ્થાન, તેની પેલી બાજુનાં પ્રાંતે તથા તક્ષશિલા પણ મહારાજા સંપ્રતિના તાબે હતા. મોર્ય સામ્રાજ્યના ઇતિહાસકાર શ્રી સત્યકેતુ વિદ્યાલંકાર મહારાજા સંપ્રતિ ઊર્ફે દ્વિતીય ચંદ્રગુપ્ત નામના પ્રકરણમાં સંપ્રતિને ઉલેખ કરી પાનાં ૬૪૮ થી ૫ર સુધીમાં જણાવે છે કે જેનસાહિત્યમાં સંપ્રતિનું સ્થાન એટલું બધું મહત્વનું છે કે જેટલું દ્ધસાહિત્યમાં અશોકનું છે. ડે. સ્મિથને પણ અભિપ્રાય ઉપર્યુક્ત હકીકતને મળતે જ આવે છે.
ઉપરોક્ત પ્રમાણભૂત હકીક્તો રજૂ કરી અમે સાબિત કરવા માગીએ છીએ કે મહારાજા સંપ્રતિ, મહારાજા અશોક પછી મૌર્ય સામ્રાજ્યના રાજ્યાધિકારી બન્યા હતા અને તેમણે પિતાના નામના સિક્કાઓ ચાલુ કર્યા હતાં. -