Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
અવન્તી અને રાજપૂતાનામાં મૂર્તિનાં કારખાનાંએ
૩૪૧
હતા, જેના ચેાગે આજે પણ શત્રુજય અને ગિરનાર પર્વતના સંપ્રતિના દેવાલયે અને પ્રતિમાની કારીગરી અતિશય પ્રશંસાપાત્ર છે; એટલુ જ નહિ પણ તેના મુક્ત કઠે વખાણુ પણ થાય છે. અમેાએ જુનાગઢના પ્રાચીન મંદિરના ફોટા શિલ્પના નમૂના તરીકે આ ગ્રંથમાં રજૂ કર્યા છે જે જોવાથી ખાત્રી થશે કે મહારાજા સ`પ્રતિએ જૈન ધર્માંના પ્રચાર અર્થે કેટલા સુંદર ભાગ આપ્યા હતા.
મહારાજાની પ્રતિજ્ઞા અનુસારે લગભગ પાષાણુની અદ્ભુત કારીગરીવાળી, એક સરખી નિશાનીએવાળી સવા કરોડ મૂર્તિએ બની હતી કે જેના ઉપયાગ મહારાજાએ ભારતના દરેકે દરેક શહેરામાં સુંદર દેવાલયેા બંધાવી તેમાં સ્થાપન કરવા અર્થે કર્યા હતા કે જે દેવાલયાની સંખ્યા લગભગ સવા લાખ જેટલી થવા જાય છે. તેવી જ રીતે મહારાજાએ પાંચ ધાતુની લગભગ પંચાણું હજાર પ્રતિમા બનાવી નાના નાના ગામડાઓમાં જૈનધર્મની દઢતાને અંગે પૂજા આદિ ક્રિયા અર્થે અર્પણ કરી હતી. તેવી જ રીતે મહારાજાએ આ કાળ પૂર્વેના બધાયેલા પ્રાચીન જૈનમ ંદિરના ઉદ્ધાર સારા પ્રમાણમાં કરાવ્યા હતા જેની સંખ્યા લગભગ ત્રીશ હજારની થવા જાય છે. તેવી જ રીતે લગભગ સાતસે। જેટલી દાનશાળાઓ ખાલી મહારાજાએ જૈનધર્મોના પ્રભાવ અત્યંત વધાર્યાં હતા.
મહારાજા સ’પ્રતિએ અનાવેલ સવા કરાડ પાષાણની પ્રતિમા તેમ જ પંચાણુ હજાર ધાતુની પ્રતિમાઓ ઉપર કોઇ પણ સ્થળે શિલાલેખ જોવામાં આવતા નથી. માત્ર હાથની કેાણી નીચે એ ટેકાએ એક સરખા મળી આવે છે, જેતુ' કારણ અમેને નીચે મુજબ સમજાય છે. કીર્તિની ઈચ્છા ધમ ને બાધકર્તા છે;--
પૂર્વકાળના સાધુ સંપ્રદાય અને આત્મહિતાથી જના પ્રતિમા નીચે નામ કેાતરાવવાની પ્રવૃત્તિને અનિષ્ટ ગણુતા હતા. કીર્તિની ઇચ્છા ધર્માંના ફળને ખાધ કરનારી છે. એવું સદા જૈનધર્મીમાં મનાતુ આવ્યું છે, જેના અંગે સમ્રાટ્ સંપ્રતિના ઉપકારી ગુરુદેવ શ્રી આર્ય સુહસ્તીસૂરિ મહારાજના પ્રતિધથી મહારાજા સંપ્રતિએ જ ‘ ભવભીરુ ' તરીકે બનાવેલ કાઇ પણ પ્રતિમા ઉપર કોઇ પણ સ્થળે લેખ કાતરાજ્યે જ નથી; માત્ર નિશાનીમાં એ સમચારસ ટેકાએ મૂકયા છે.
>
આ કાળે સ્તૂપા, શિલાલેખાની પ્રવૃત્તિ મહારાજા અશાકે પૂર જોસમાં આદરી હતી. મહારાજા અશેાકે પેાતાના કીર્તિસ્ત ંભ તરીકે ભારતના ચારે દિશાના ગામામાં નાના મેટા સ્તૂપાની હારમાળા નીતિદર્શક વાકયેાથી કાતરાવી તેના સ્થાપક તરીકે પેાતાની કીર્તિ અમર કરી છે, પરંતુ આત્મહિતાથીએ માટે આ જાતની કીર્તિ જૈનધર્મમાં અનિષ્ટ મનાતી. આ ઉપરથી સાબિત થાય છે કે દરેક જાતના સ્તૂપા અને કીર્તિસ્થ ંભેા ઊભા કરવાની પ્રવૃત્તિ મહારાજા અશેાકની હતી અને નડ઼િ કે સમ્રાટ્ સંપ્રતિની,