Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
પ્રકરણ ૯ મું.
સંપ્રતિના મનનું સમાધાન : પંચમ આરાનુ’ સ્વરૂપ
વીરનિર્વાણુ સ ંવત્ ૨૯૧ ની શરૂઆતમાં આ સુહસ્તિસૂરિ લગભગ ૯૯ વર્ષની વૃદ્ધીવસ્થાએ પહોંચેલા હાવાથી તેઓશ્રીએ પેાતાના સ્વગમનના સમય સમીપ જાણી તેમજ જ્ઞાનમળે વીરનિર્વાણુ ૨૯૧ ના વર્ષનું ભાવી સમજી સૂરિશ્રીએ ધર્મ જાગૃતિ માટે પોતાના શિષ્યસમુદાય સાથે પાટલિપુત્રમાં અ ંતિમ ચાતુર્માસ કર્યું હતું.
આ સમયે મહારાજા અશાકની તખિયત પણ અતિશય નરમ રહેતી હતી, જેથી મહારાજા અશેાકે પેાતાના અંતિમ સમયે રાજ્યપાત્ર સપ્રતિને પેાતાની નજર સામે રાજ્યમુગટ અર્પણુ કરવા રાજ્યકુટુંબ સહુ મગધ ખેલાવ્યા હતા. રાજાજ્ઞાને માન આપી મહારાજા સંપ્રતિ પાટલિપુત્રમાં હાજર થયા હતા.
મહારાજા સંમતિ અને રાજ્યકુટુંબ નિત્ય પ્રભાતે સૂરિશ્રીના વ્યાખ્યાનશ્રવણાર્થે રાજ્યમહેલ નજીકમાં બધાવેલ પૌષધશાળામાં જતું હતું. સૂરિશ્રી પાતાની અત્યંત વૃદ્ધાવસ્થા અને લથડતી તખિયત હાવા છતાં મહારાજા સ ંપ્રતિની દરેક જાતની શંકાઓનુ નિવારણુ કરતા હતા. સૂરિશ્રીની ઉપદેશધારાનું શ્રવણુ કરવા પાટલિપુત્રના સંઘસમુદાય પણ સારા પ્રમાણમાં એકત્રિત થતા હતા. એક દિવસ મહારાજા સ ંપ્રતિ દેવદન, પૂજા આદિ નિત્યકર્મથી નિવૃત્ત થઇ ધાર્મિક મેધ મેળવવા પાષધશાળાએ આવ્યા. અનેક જાતની ચર્ચાઓ થયા બાદ મહારાજા સંપ્રતિએ “ દીપાવલી ” પર્વની ઉત્પત્તિના ઇતિહાસ પૂછો ત્યારે દશ પૂર્વધર જ્ઞાની સૂરિશ્રીએ જ્ઞાનમળે તેમના સચાટ અને સુંદર જવાબ આપી તેમનું સમાધાન કર્યું હતું, જે સાંભળી ચતુર્વિધ સંઘને પણ અત્યંત સતાષ થયા હતા. સૂરિશ્રીના કથનનુ કાંઇક અવતરણ પ્રશ્નને જવામના રૂપમાં અમા નીચે પ્રમાણે રજૂ કરીએ છીએ;