Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
સમ્રાટ્ સંપ્રતિની નેપાળ આદિ પૂર્વ પ્રાન્ત પર ચઢાઈ
૫ નેધવા લાયક બાબત એ છે કે આ કાળ સુધી મહમદ ઇસા અને મહમદ પૈગમ્બરને જન્મ પણ થયા ન હતા. ત્યારે હતું શું?
- આર્ય અને અનાર્યો સર્વે મૂર્તિપૂજામાં માનતા હતા. આ કાળે જૈન ધર્મનું પાલન કરનારની સંખ્યા લગભગ ચાલીસ કરોડની હતી.
આ સમયને ધાર્મિક પ્રચાર એટલે સંગીન અને વિસ્તૃત હતું કે તેના પરિણામસ્વરૂપ વિકમની ચાદમી શતાબ્દિ સુધી યુરોપમાં પણ મૂર્તિપૂજા વિદ્યમાન હતી. ઓસ્ટ્રીઆ અને અમેરિકામાં તે ભૂમિનું ખેદકામ કરતાં અત્યારે પણ જિનમૂર્તિઓ નીકળી રહી છે. અહીં સામે રજૂ કરવામાં આવેલું ચિત્ર અંતિમ તીર્થકર શ્રી મહાવીર સ્વામીનું છે કે જે મૂર્તિ હમણાં જ ઓસ્ટ્રીઆ અંતર્ગત હંગરી પ્રાંતના બુડાપેસ્ટ નગર નજદિક એક બગીચાનું ખેદકામ કરતાં ખેડૂતને પ્રાપ્ત થઈ છે. તેવી જ રીતે અમેરિકામાં ખેદકામ કરતાં સિદ્ધચક્રના ગટ્ટાઓ તેમજ પ્રાચીન ખંડિત મૂર્તિના અવય પ્રાપ્ત થયા છે, જેનું ચિત્ર પણ અહીં દાખલ કરવામાં આવ્યું છે. તે જ પ્રમાણે મેંગેલીયામાં પણ મૂર્તિપૂજા-પ્રચારના પુરાવાઓ પ્રાપ્ત થયા છે. સીઆમ દેશના પહાડ પર અત્યારે પણ જેન મંદિર વિદ્યમાન છે. ઉપરોક્ત પ્રત્યક્ષ પ્રમાણુથી સિદ્ધ થાય છે કે પૂર્વકાળમાં જેન ધર્મને પ્રચાર સારા કે વિશ્વમાં હતો.
અત્યારે પણ સંશોધનની પ્રવૃત્તિ જનાપૂર્વક વધારવામાં આવે તે જગવ્યાપી જૈન શાસનના સંશોધનમાં અલભ્ય અને અનેરો પ્રકાશ પડે.
મુંબઈ સમાચારના તા. ૪ થી ઑગસ્ટ ૧૯૩૪ના અંકમાં “જેની ચર્ચા” ના મથાળા નીચે એક યુરોપીય યાત્રિકે પોતાનું નિવેદન રજૂ કર્યું છે.
અમેરિકા અને માંગેલી આ દેશોમાં એક સમયે જેનોની વસ્તી હતી, જેનું પ્રમાણ આજે પણ ત્યાં જમીનનું ખેદકામ કરતાં જેન મૂર્તિના ખંડિત અવયે મળી આવે છે તે છે.” વિશેષમાં આ લેખક મહાશય ત્યાંસુધી જણાવે છે કે “મને શંકા રહે છે કે જેનું મહાવિદેહ ક્ષેત્ર આ વખતે આ ભૂમિ ત ન હોય કે જ્યાંથી ભારતમાં લેકેનું આવવું થયું હોય ! ”
જૈન શાસન ઉપર પ્રભુ વરના નિર્વાણ સમયે બેઠેલ ભસ્મગ્રહના પ્રભાવે ૨,૫૦૦ વર્ષમાં જૈન ધર્મ જગભરના ધર્મોમાં કેટલે પછાત પડ્યો છે તેના આંકડાઓ અમે નીચે મુજબ ટાંકી બતાવીએ છીએ. ઉપરોક્ત આંકડાઓમાં ખૂબી તે એ છે કે પ્રભુ મહાવીરના
* બાબુ કૃષ્ણલાલ બેનરજી પ્રાચીન સંશોધનમાં જણાવે છે કે પૂર્વે ભારતમાં ૪૦ કરોડ જેને હતા. આ ધર્મ અતિ પ્રાચીન છે. તે ધર્મના સર્વે નિયમો ઉત્તમ હોવાથી તે દ્વારા દેશને અત્યંત લાભ થયો છે.
* મહાવિદેહક્ષેત્ર સંબંધી આવું મંતવ્ય તે યાત્રિકે જાહેર કર્યું છે. આ મંતવ્યને અમો સંમત છીએ એમ માની લેવાની જરૂર નથી.
-લેખક