Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
પ્રકરણ ૭ મું.
અવંતીસુકમાલને જાતિસ્મરણજ્ઞાન. શ્રી શત્રુંજય ગિરનાર આદિ તીર્થોની ઐતિહાસિક યાત્રા કર્યા બાદ શ્રી આર્યસુહસ્તી મહારાજ શિષ્યસમુદાય સાથે અવન્તીથી વિહાર કરી અન્ય પ્રાંતમાં ગયા. બાદ કેટલાક સમય પછી ત્યાંથી વિહાર કરતાં કરતાં ટૂંક સમયમાં પાછા અવન્તી તરફ પધાર્યા. આ કાળે શ્રી આર્યસહસ્તી મહારાજ અતિશય વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા હતાં. તેઓનું શ્રી સંઘે અપૂર્વ સ્વાગત કર્યું અને તે સ્વાગતમાં સંપ્રતિએ પણ પૂર્ણ ઉલ્લાસથી ભાગ લીધે. સૂરિશ્રીએ પોતે “ભદ્રા” શેઠાણની પિષધશાળામાં સ્થિરતા કરી.
આ ભદ્રા શેઠાણીનું કુટુંબ સમસ્ત અવન્તીમાં ધાર્મિક કુટુંબ તરીકે અતીવ પ્રસિદ્ધિ પામ્યું હતું. ધર્માત્મા ભદ્રા શેઠાણું નિયમિત ધર્મપ્રભાવનાનાં સુંદર કાર્યો કરતાં અને સાધુજનના આતિથ્ય માટે તેઓનું ગૃહ પ્રથમ પંક્તિએ ગણાતું.
સમસ્ત અવન્તીના મહાજનમાં ભદ્રા શેઠાણનું ઘર નગરશેઠના ઘર તરીકે સુપ્રસિદ્ધિને પામેલ હતું, એટલું જ નહિ પરંતુ શેઠાણ પાસેના ધનભંડારની ગણત્રી થઈ શકતી ન હતી ભદ્રા શેઠાણુને ખર્ચ રાજા-મહારાજાને પણ નીચું જોવરાવે તેવો હતો અને સાથોસાથ દાનવીરપણું પણ તેવું જ હતું.
ભદ્રા શેઠાણના પુત્રનું નામ અવન્તીસુકુમાલ હતું. શેઠાણીએ તેમનું લગ્ન દેવાંગના સમાન બત્રીસ સુંદર સ્ત્રીઓ સાથે કર્યું હતું. અવન્તીસુકુમાલને ધને પાર્જન કરવાની ચિંતા હતી જ નહિ તેથી તે પિતાની પત્નીઓ સાથે દેવ તુલ્ય ભેગ ભેગવતે મહેલમાં જ રહેતે. અવન્તી સુકમાલને જાતિસ્મરણજ્ઞાનની પ્રાપ્તિ
ભદ્રા શેઠાણીની પિષધશાળામાં સ્થિરતા કરી રહેલ સુરીશ્વર શ્રી આર્ય સુહસ્તિ મહારાજ