Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
૩૦૮
સમ્રાટ્ સંપ્રતિ
વૈભવશાળી વિમાન, એ મારી દેવાંગનાએ, એ મારા સેવક દેવતા, એ સમૃદ્ધિ, એ વૈભવ ને વિશ્વાસ અને ઇંદ્રતુલ્ય સાહ્યબી આગળ આ મૃત્યુલેાકની સાહ્યબી કઇપણ ગણત્રીમાં નથી.
“સમગ્ર અવન્તીમાં રૂપવતી દેવાંગનાઓમાં પ્રથમ સ્થાને પકાતી મારી બત્રીસ સ્રીઓનુ રૂપ તા વૈમાનિક દેવાંગનાએના રૂપ આગળ તદ્ન ઝાંખું દેખાય છે. આ દેવાંગનાએનુ સ્મરણ થયા બાદ હવે મારી એ મને લેશમાત્ર ગમતી નથી. આ વૈભવ અને ઠકુરાઈ હવે મને દૈવિક વૈભવ જોયા પછી ગમતાં નથી, માટે હે ભગવંત! હું સત્વર મારા તે સ્થાનકે જવા ઇચ્છું છું તે આપ તેમાં મદદગાર બને. ”
''
વત્સ ! તારા જેવા યુવાન અને વૈભવશાળી કુમાર કે જેને જગતની માહિતી નથી તેવા વિલાસીચી સાધુપણું પળવુ બહુ જ દુષ્કર છે. પંચમહાવ્રતાનું પાલન લેાહના ચણા ચાવવા કરતાં અધિક છે. વત્સ ! અતિચાર રહિત વ્રત પાળવુ એ દાહલુ છે. લાહના ચણા ચાવવા પ્રસંગેાપાત અતિ સહેલા છે, પરન્તુ ચારિત્રનુ પાલન તલવારની ધાર પર ચાલવા કરતાં પણ અધિક વિષમ છે, ’
“ ભગવંત! ગમે તેમ હા, પરન્તુ હું ગમે તેવા પુરુષાર્થથી ત્યાં જવાને અધીરા થયા છું, તે આપ મને ચારિત્રવ્રત અંગીકાર કરાવા અને મારા શીઘ્ર ઉદ્ધાર કરો. ”
“ જો તારા તે જ પ્રમાણે નિશ્ચય અને આગ્રહ હાય તે! તું તારી માતાની સંમતિ મેળવ્યા પછી મારી પાસે આવ.
""
પ્રત્રયા–પ્રાપ્તિ—
અવન્તીસુકુમાલની રાહ જોતી વિલાસપ્રિય રમણીઓને આજના આ પ્રસંગથી અતીવ અજાયબી ઉત્પન્ન થઇ. અવન્તીસુકુમાલને સૂરિશ્રી પાસે ગએલ જોઇ બત્રીસ વહુએ પેાતાની સાસુ પાસે જઇ એકત્રિત થઇ બેઠી.
અવન્તીસુકુમાટે પેાતાની માતા પાસે આવી, માતાના ચરણકમળમાં મસ્તક નમાવી બન્ને હાથ જોડી કહ્યું કેઃ “ હું માતુશ્રી ! સૂરીશ્વરજીના શાસ્રાધ્યયન-શ્રવણથી મને હમણાં જ જાતિસ્મરણજ્ઞાનની પ્રાપ્તિ થઇ છે, અને તેના ચાગે હું મારા પૂર્વ ભવ જોઇ શકયા છું. નલિન શુક્ષ્મ વિમાનમાંથી ( દેવપણાનું મારું આયુષ્ય પૂર્ણ થતાં ) · મારું અહિં ચ્યવન થએલ છે. આ બધી વસ્તુ મને સૂરીશ્વરના પ્રતાપે જણાઇ છે; તેા હૈ માતુશ્રી ! આવા વેભવશાળી વૈમાનિક દેવપણાને પ્રાપ્ત કરવા હું. પ્રબળ ઇચ્છા ધરાવું છું, જેથી આપ મને ત્યાં જવા માટે ચારિત્ર અંગીકાર કરવાની આજ્ઞા આપે.”
પુત્રનાં આ જાતના કથનથી પ્રેમી માતાને આધાત લાગ્યા. ત્યાં હાજર રહેલ ખત્રીસ સ્ત્રીઓએ પણ કંપારી અનુભવી અને ભદ્રા શેઠાણીના આવાસ આ સમયે એટલે