Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
જીવંતસ્વામીની પ્રતિમા
૨૮૫
અવન્તીના બીજા પાટનગરવિદિશામાં જીવંતસ્વામીનું બીજું ભવ્ય મંદિર
મહારાજા અશકે એવી પ્રાંતના બે વિભાગો પાડ્યા હતાઃ ઉત્તર અને પૂર્વ, ઉત્તર વિભાગનું પાટનગર ઉજજેની ઊર્ફે અવન્તીપુર હતું, જ્યારે પૂર્વ તરફના વિભાગના પાટનગરનું નામ વિદિશા હતું.
આ બંને પાટનગરમાં રાજ્યની સુંદર વ્યવસ્થાથે રાજ્ય કચેરીઓ અને રાજમહેલ બાંધવામાં આવ્યા હતા.
મહારાજા અશોકે આ પ્રમાણે રાજ્યવ્યવસ્થાની કરેલ ગોઠવણ મુજબ મર્યવંશી રાજ્યકુટુંબનાં કુટુંબીઓ તેમજ સંબંધીઓને ભારતના અલગ અલગ પ્રાંતના સૂબાઓ અને વહીવટદારે બનાવી મિર્યવંશી રાજ્યકુટુંબ અને મિાર્યવંશી ક્ષત્રિય ઉચ્ચ ગોત્રીઓને એવી સરસ રીતે ઉદ્ધાર કર્યો હતો કે જેના વેગે માર્યજાતીય ક્ષત્રિયનું એક પણ કુટુંબ નિરાધાર અથવા તે આશ્રયરહિત આ કાળે ન રહ્યું.
મહારાજાએ વિદિશાની વ્યવસ્થા માટે પિતાના એક કુટુંબને સૂબા તરીકે બનાવી રાજ્યવ્યવસ્થા સુંદર રીતે સાચવી હતી કે જે વિદિશા પ્રાંત મુખ્ય અવન્તીના તાબા નીચે ગણાતે હતો. આ વિદિશા નગર એતિહાસિક તીર્થ તરીકે ગણાતું હતું અને ગણાય છે, કે
જ્યાં પ્રભુ મહાવીર અને તત્પશ્ચાતના નિર્વાણ પામેલ પૂજ્ય સાધુસંપ્રદાયની રક્ષાને સંગ્રહ કરી તેના ઉપર અલગ અલગ જાતના કીર્તિસ્થ ઊભા કરવામાં આવ્યા હતા.
તેવી જ રીતે વિદિશામાં રાવત નામે અતિ પ્રસિદ્ધ જૈનતીર્થ આ કાળે અહીં આવેલું હતું કે જ્યાં જીવંતસ્વામીની પ્રભાવશાળી પ્રતિમાં હતી. તે ભવ્ય પ્રતિમાના દર્શનાર્થે તીર્થફરસના કરતા મુનિમહારાજે અને યાત્રિક સંઘે વિદિશા તીર્થની યાત્રાએ અવશ્ય જતા અને અહીંની પ્રતિમાના દર્શનથી આત્મકલ્યાણ સાધતા. આ પ્રતિમા પણ અત્યંત પ્રભાવશાળી હતી.
આના પ્રતિપાદનમાં નિશીથગ્રણીમાં નીચે પ્રમાણે મૂળ પાઠ છે –
अण्णया आयरिया वतीदिशं जियपडिमं वंदि आगात्ता तथ्थ रहाणुज्जातेरण्णो घरं रहोवरि अचति ।
તે જ પ્રમાણે આવશ્યક ચણીમાં નીચે મુજબ પાઠ છે.
xxx दो विजणा वतिदिसं गया तत्थ जियपडिमं वन्दिता अज्जमहागिरि एलकच्छं गयागयग्गपट्टवंदया तस्स एलकच्छ नामं ? तं पुवं दसण्णपुर नगरमासी xxx ताहे दशण्णापुरस्स एलकच्छ नामं जायं । तत्थ गयग्गपययो पचओ xx तत्थ महागीरि भत्तं पश्चख्कायं देवत्तं गया, सहस्त्थी वी उजियि जियपडिमं वंदया गया ।