Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
૨૮૬
સમ્રાટ્ સ`પ્રતિ
અર્થાત્——-પાટલિપુત્રથી વિહાર કરતાં શ્રી આ મહાગિરિ અને શ્રી આસુહ સ્તિસૂરિ મહારાજ વિદિશા (વત માનમાં શિસા) ગયા, જ્યાં તેઓ બન્ને મહાત્માઓએ જીવંતસ્વામીની પ્રતિમાને વંદન કર્યું. ત્યારબાદ આ મહાગિરિ મહારાજને પેાતાને અંતકાળ સમીપ જણાતાં તે એકાક્ષ( કહેતાં દશાણુ પુર)ના ગજાગ્રપદ તીથૅ વંદન કરવા ગયા અને ત્યાં જ તે અનશન કરી વીર નિર્વાણુ ૨૭૦–૨૭૧ માં સ્વર્ગવાસી થયા. ત્યારબાદ શ્રી આર્ય સુહસ્તિ મહારાજ વિદિશાથી વિહાર કરી ઉજ્જૈનીમાં આવેલ જીવંતસ્વામીની પ્રતિમાના દર્શનાર્થે ગયા.
ઉપરક્ત આવશ્યક શ્રેણીની પ્રાચીન ગાથાઓ ઉપરથી સિદ્ધ થાય છે કે શ્રી મહાગિરિ મહારાજના સ્વર્ગવાસ શ્રી આર્ય સુહસ્તિ મહારાજના ઉજ્જૈન ગયા પૂર્વે અને શ્રી સંપ્રતિ મહારાજને જાતિસ્મરણ જ્ઞાનની ઉત્પત્તિ થયા પૂર્વે લગભગ ૧૭ વર્ષે થયા હતા. શ્રી આર્ય - સુહસ્તિ મહારાજ વિદિશાથી પેાતાના શિષ્ય સમુદાય સાથે ઉજ્જૈન જીવિતસ્વામીની પ્રતિમાના દર્શને આવ્યા માદ અહીંની તી યાત્રા કરી તેએ અહીંથી વિહાર કરી અન્ય સ્થળે ગયા. આ કાળે મહારાજા સંપ્રતિ પારણામાં ઝુલતા હતા. આ ઉપરથી સાબિત થાય છે કે શ્રી આ મહાગિરિ મહારાજ યુગપ્રધાન પદના નિક્ષેપા બાદ દ્રુમકના જીવને પ્રતિધ્યા ત્યાં સુધી જિનકલ્પી તરીકે વિદ્યમાન હતા.
નિશીથીમાં શ્રી આ મહાગિરિ મહારાજ અને શ્રી આર્ય સુહસ્તિસૂરિ મહારાજની સભાગી ગાચરીના જે અધિકાર આવે છે તે અધિકારના સંબંધ મહારાજા સંપ્રતિના સમકાળે અનેલ બનાવને અંગે નહિ પરન્તુ તેના સંબંધ મહારાજા હિંદુસારના રાજ્યામલ સમયમાં, જે સમયે યુવરાજ અશેાક ઉજ્જૈનીના યુવરાજપદે સ્થાપિત હતા તે સમયની અનેલ ઘટનાને અંગે હતા એમ સમજાય છે. સમમ શ્રી આ મહાગિરિ અને શ્રી આ સુહસ્તિના સમકાળે મગધમાં પડેલ દુર્ભિક્ષના અંગે મહારાજા હિંદુસારે મગધ સામ્રાજ્યના દુકાળી પ્રદેશેામાં ( જેમાં અવન્તીના સમાવેશ થયા હતા ) પ્રાચીન પ્રણાલિકા પ્રમાણે પેાતાના પૂજ્ય પિતા ચંદ્રગુપ્તને પગલે ચાલી રાજ્ય તરફથી દાનશાળાઓ ખાલી હતી, કે જ્યાંથી સાધુઓને ગાચરી તેમજ બ્રાહ્મણાદિક ભિક્ષુકાને ભિક્ષા ( ભેાજન ) મળી રહેતી હતી.
મહારાજા અશાકના સમયમાં પણ આ દાનશાળાઓ ચાલુ હતી, જેના ઉલ્લેખ ઐાદ્ધગ્રંથ “ મહાવશ ” ના પાંચમા પરિચ્છેદના તેવીસમા શ્લાક પ્રમાણે નીચે મુજબ છે:— “ પિતા સાંઢે સદસાનિ, ગાાળે ત્રાવિયે । भोजेसि सा पिते येव, तीणि वस्सानि भोजयि ॥ મદાવંશ વે ૧॥ ૨૩ ॥
“ અશેકના પિતા રાજા હિંદુસાર નિત્ય ૬૦,૦૦૦ બ્રાહ્મણેાને લેાજન કરાવતા, ત્યારબાદ ઇ. સ. પૂર્વે ૨૫૫ માં ગાદીપતિ થયા પછી અશેાકે પણ ત્રણ વર્ષ સુધી એટલે ઇ. સ. પૂર્વે ૨૫૫ થી ૨૫૮-૫૯ સુધી બ્રાભાજન કરાવ્યુ હતું.